સમાજવાદી નેતાઓના બળાત્કારી નિવેદન: 'મીડિયાના લીધે વધી રહ્યાં છે બળાત્કાર'

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ સિંહ યાદવની પત્ની અને કન્નૌજથી સાંસદ ડિંપલ યાદવે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને આના પર જલદી કોઇ કાર્યવાહી કરવામાં આવશે. ડિંપલ યાદવ પણ આ વાતને સારી રીતે જાણે છે કે તેમના પતિ અને મુખ્યમંત્રી આ મુદ્દે કંઇ કરવાના નથી. ચોતરફ ઘેરાઇ ચૂકેલી યૂપી સરકાર હવે મીડિયાને તેના માટે જવાબદાર ગણાવવાનું નક્કી કરી બેઠી છે.
અખિલેશ યાદવ અને મુલાયમ સિંહના નિવેદનો બાદ સપા પાર્ટીની વિચારસણીને સરળતાથી સમજી શકાય છે. સપાની વિચારસણી ફક્ત અહીં સુધી છે કે 'પાંચ વર્ષ માટે ખુરશી મળી છે જેટલા વધુ લૂંટી શકાય એટલા લૂંટી લો, ઘટનાઓથી પોતાની સરકાર તો નહી ઢળી પડે કારણ કે આપણે બહુમતમાં છીએ.' જો કે કેન્દ્ર સરકારે આ મુદ્દે યુપીને ઘેરવાની તૈયારી કરી લીધી છે.












Click it and Unblock the Notifications
