For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા, રાહુલ વિરૂદ્ધ ઉમેદવાર ઉભા નહી રાખે સપા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 13 સપ્ટેમ્બર: સમાજવાદી પાર્ટી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ આગામી લોકસભાની ચુંટણીમાં ઉમેદવાર ઉભા નહી રાખે. આ વાતનો ખુલાસો ખુદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે કર્યો હતો. આથી સ્પષ્ટ સંકેત છે કે તાજેતરમાં મહિનાઓમાં બંને પક્ષોના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે.

સપા પ્રમુખે કહ્યું હતું કે કોંગ્રેસે તેમના વિરૂદ્ધ 2009ની ચુંટણીમાં ઉમેદવાર ઉતાર્યા ન હતા. અત્યાર સુધી તેમની પાર્ટી અમેઠી તથા રાયબરેલીમાં રાહુલ તથા સોનિયાના વિરૂદ્ધ ઉમેદવાર ઉભા નહી રાખે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેઠી તથા રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત સીટો છે. રાહુલ ગાંધી અમેઠી તથા સોનિયા ગાંધી રાયબરેલીથી ચુંટણી લડે છે.

mulayam-sonia

એક મહિના પહેલાં કોંગ્રેસના મહાસચિવ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસ મુલાયમ સિંહ તથા અખિલેશ યાદવ વિરૂદ્ધ ઉમેદવાર ઉભા રાખી શકે છે. ત્યારબાદ સપા નેતૃત્વએ પણ આવું નિવેદન આપ્યું હતું. સપા મહાસચિવ રામગોપાલ યાદ અવે કહ્યું હતું કે સપા રાહુલ તથા સોનિયા વિરૂદ્ધ ઉમેદવાર ઉભા રાખી શકે છે.

English summary
Samajwadi Party chief Mulayam Singh Yadav has said his party will not put up candidates against Congress leaders Sonia Gandhi and Rahul in the next general elections, indicating that relations between the two sides, although seemingly slightly frayed in recent months, were not beyond repair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X