SPનો ચૂંટણી ઢંઢેરો જાહેર : મુસ્લિમોને લગાવ્યું માખણ
લખનૌ, 2 એપ્રિલ : લોકસભાની ચૂંટણીઓની વાત કરીએ તો બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનું ભારે મહત્વ છે. તમામ પાર્ટીઓ ઉત્તર પ્રદેશમાં મહત્તમ બેઠકો જીતવા માટે આયોજન કરે છે. આવો જ પ્રયાસ ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જોવા મળ્યો છે.
સપાના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે બુધવારે સપાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા હતો. સપાના તમામ નેતાઓની હાજરીમાં જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં મુખ્યત્વે મુસ્લિમોનોના ઉદ્ધાર અને મોંઘવારી સામે મોરચાને મહત્વ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે મુલાયમ સિંહે જણાવ્યું કે દેશમાં સૌથી વધારે સમસ્યા ગરીબ વ્યક્તિઓ ભોગવી રહી છે. અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં તેમના ઉત્થાનની વાત કરી છે. ત્યાર બાદ મુસ્લિમોને પ્રાથમિકતા આપી છે કારણ કે મુસ્લિમોની સ્થિતિ અનુસુચિત જાતિ અને જનજાતિના લોકો કરતા પણ વધારે ખરાબ છે. દેશમાં નાનાથી માંડીનો મોટા કાર્યો બધામાં મુસ્લિમોનું નોંધપાત્ર યોગદાન છે.
અત્યાર સુધી સરકારે તેમના માટે કોઇ ખાસ યોજનાઓ બનાવી નથી. સપા તેમના માટે કેટલીક ખાસ યોજનાઓ લઇને આવી છે. આ સાથે ઢંઢેરામાં ખેડૂતોના વિકાસ અને ઉદ્ધારની યોજનાઓ અંગે પણ વાત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
