સંભલઃ દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને જીવતી સળગાવી

સંભલઃ દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને જીવતી સળગાવી

સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કમકમાટી ઉપજાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવતીને દુષ્કર્મ બાદ જીવતી સળગાવી દેવામાં આવી. યુવતીની ચીસો સાંભળી ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ માંડ આગ બૂજાવી અને આ મામલે પોલીસને સૂચના આપી. સૂચના મળતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે ગંભીર રીતે ઘાયલ યુવતીને ઈલાજ માટે હોસ્પિટલે ખસેડી છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવતીને દિલ્હી રેફર કરી દેવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કેસ નોંધીને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

arrest

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મામલો સંભલ જિલ્લાના નખાસા પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. અહીં પાડોસના જ એક યુવક પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપી પીડિત યુવતી પર કેરોસિન છાંટી તેને આગને હવાલે કરવાનો આરોપ છે. આરોપ છે કે યુતીને ઘરમાં એકલી જોઈ પાડોસી યુવક તેને ખેંચીને બહાર લઈ ગયો. વિરોધ કરવા પર આરોપીએ યુવતી સાથે મારપીટ કરી અને દુષ્કર્મ આચર્યો. પરિજનોને ફરિયાદ કરવા પોલીસમાં જાણ કરવા પર આરોપીએ યુવતી પર કેરોસિન છાંટી તેને આગને હવાલે કરી દીધે, જેને કારણે યુવતી ગંભીર રીતે સળગી ગઈ છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવતીને જિલ્લા હોસ્પિટલે દાખલ કરી દીધી. જ્યાંથી તેને ગંભીર હાલાતમાં દિલ્હી રેફર કરી દેવામાં આવી. આ મામલે પોલીસ અધીક્ષક આલોક કુમાર જયસવાલે મીડિયાને જણાવ્યું કે દુષ્કર્મ બાદ યુવતી પર કેરોસિન છાંટી મારવાની કોશિશ કરનાર આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. મામલાની તપાસ અને પીડિતાના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જણાવ્યું કે યુવતી 70 ટકા સળગી ગઈ છે અને તેને દિલ્હી રેફર કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X