સંભલ રેપ કેસ: બળાત્કાર પીડિતા સગીરાનું 9 દિવસ બાદ મૃત્યું
ઉત્તર પ્રદેશના સંભાલ જિલ્લામાં રેપ બાદ કેરોસીન નાખીને બાળી નાખેલી સગીરે શનિવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યું પામી હતી. 9 દિવસ સુધી જીવન અને મૃત્યુ સાથે લડતી પીડિતાની હાલત ખૂબ જ નાજુક હતી અને તે 85 ટકાથી વધુ બળી ગઈ હતી. ભોગ બનનાર સગીરને 22 નવેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારથી તે વેન્ટિલેટર પર હતી.

શું બની હતી ઘટના
મળતી માહિતી મુજબ સંભલ જિલ્લાના નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 નવેમ્બરના રોજ યુવતી ઘરમાં એકલી દેખાતા પાડોશી તેને બહાર લઈ ગયો હતો. વિરોધ કરવામાં આવતા આરોપીઓએ તેને માર માર્યો હતો અને બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારજનોએ ફરિયાદ કરવા અને પોલીસ પાસે જવાની ધમકી આપતાં આરોપીઓએ કેરોસીન છાંટીને છોકરી આગ લગાડી દીધી હતી, જેથી યુવતીને ગંભીર રૂપથી દાઝી ગઇ હતી. આ ઘટના સમયે કિશોરીની માતા દવા લેવા ગઈ હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ
ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઝપટેલી યુવતીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાંથી તેને ગંભીર હાલતમાં દિલ્હી રિફર કરાઇ હતી. આ કેસમાં અતિરિક્ત પોલીસ અધિક્ષક આલોકકુમાર જયસ્વાલે મીડિયાને જણાવ્યું હતું કે, બળાત્કાર બાદ કેરોસીન છાંટીને છોકરીની હત્યા કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસ અને પીડિતાના નિવેદનોના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

યુવતિએ 9 દિવસ પછી ગુમાવ્યો જીવ
કિશોરીની હાલત ગંભીર હતી, તે જ રાત્રે સંભાલ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાંથી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. પીડિતાની હાલત ખૂબ જ નાજુક હતી અને તે 85 ટકાથી વધુ બળી ગઈ હતી. જ્યાં પીડિતાનું આજે 30 નવેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું.