For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો ઈલાજ કરાવી રહેલ ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કર્યુ આ ટ્વિટ

ભાજપ પ્રવકતા સંબિત પાત્રાને મોદી સરકાર 2.0ની વર્ષગાંઠ પર ટ્વિટ કરીને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના બીજા કાર્યકાળને આજ એક વર્ષ પૂરુ થઈ ગયુ. આના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)મેગા વર્ચ્યુઅલ રેલીનુ આયોજન કરવા જઈ રહી છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામ એક પત્ર પણ લખ્યો. જો કે આ દરમિયાન ભાજપના ચર્ચિત નેતા સંબિત પાત્રા કોરાના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યા છે. સંબિત પાત્રામાં કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મોદી સરકાર 2.0ની વર્ષગાંઠ પર તેમણે ટ્વિટ કરીને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

મોદી સરકારની વર્ષગાંઠ પર કર્યુ આ ટ્વિટ

મોદી સરકારની વર્ષગાંઠ પર કર્યુ આ ટ્વિટ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 30 મેના રોજ બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. આ પહેલા તેમણે વર્ષ 2014માં પહેલી વાર પીએમ પદના શપથ લીધા હતા. આજે ભાજપ કેન્દ્રમાં પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારની બીજી વર્ષગાંઠ મનાવી રહી છે. આ અવસર પર સંબિત પાત્રાએ લખ્યુ, 'શ્રેષ્ઠ ભારતના પ્રબળ સંકલ્પને સાકાર કરવાના હેતુથી ભારતના યશસ્વી પ્રધાનસેવક નરેન્દ્ર મોદીજીના દ્વિતીય પદકાળના એક વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા પર અનંત કોટિ શુભકામનાઓ.'

કોરોનાના લક્ષણ દેખાયા બાદ હોસ્પિટલમાં ભરતી

તમને જણાવી દઈએ કે સંબિત પાત્રા ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા છે. ગુરુવારે ભાજપ નેતામાં કોરોનાના લક્ષણ દેખાયા બાદ તેમને ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તે પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. આવા સમયમાં જ્યારે પાર્ટી મોદી સરકારને એક વર્ષ પૂરુ થવાની ઉજવણી કરી રહી છે એ દરમિયાન સંબિત પાત્રા કોરોના વાયરસથી જંગ લડી રહ્યા છે. જો કે તેમણે હોસ્પિટલમાથી જ ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. સાથે જ પીએમ મોદીને સરકારની વર્ષગાંઠના અભિનંદન પાઠવ્યા છે.

લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે સંબિત પાત્રા

લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે સંબિત પાત્રા

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને ઓરિસ્સાની એક સીટથી ઉમેદવાર પણ બનાવ્યા હતા પરંતુ તે જીતવામાં સફળ થઈ શક્યા નહોતા. સંબિત પાત્રા સર્જન પણ છે. તે હિંદુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પાત્રા ઓએનજીસીના બોર્ડમાં નૉન ઑફિશિયલ ડાયરેક્ટર્સમાંના એક છે.

World No Tobacco Day: તમાકુથી દર વર્ષે જઈ રહ્યા છે 70 લાખ લોકોના જીવWorld No Tobacco Day: તમાકુથી દર વર્ષે જઈ રહ્યા છે 70 લાખ લોકોના જીવ

English summary
Sambit Patra undergoing treatment for coronavirus tweeted this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X