સાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી

ક્રિકેટ વિશ્વ કપમાં ભારત સામે કારમી હાર બાદ સાનિયા પોતાના પતિ શોએબ મલિક અને 7 મહિનાના પુત્ર ઈજહાન સાથે હુક્કાબારમાં જોવા મળી. આ વીડિયો પર પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે તીખી ટીપ્પણી કરી.

ક્રિકેટ વિશ્વ કપમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાની ટીમનો એક વીડિયો વાયરલ થતો દેખાયો જ્યાં સાનિયા પોતાના પતિ શોએબ મલિક અને 7 મહિનાના પુત્ર ઈજહાન સાથે હુક્કાબારમાં જોવા મળી. આ વીડિયો પર પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે તીખી ટીપ્પણી કરી. ત્યારબાદ વીણા અને સાનિયા વચ્ચે ટ્વીટર પર જબરદસ્ત વિવાદ શરૂ થઈ ગયો.

veena-sania

વીણા મલિકે સાનિયાને ટેગ કરીને લખ્યુ - સાનિયા હું તમારા પુત્ર વિશે ચિતિંત છુ. તમે લોકો તેને લઈને શીશા પ્લેસ લઈને ગયા જે બહુ ખતરનાક છે. જ્યાં સુધી હું જાણુ છુ આર્ચી જંક ફૂડ માટે ઓળખાય છે. તમે એક મા છો અને એક એથલીટ પણ એટલા માટે તમારે ત્યાં ન જવુ જોઈએ.

સાનિયાને પોતાના બાળક વિશે આ વણમાંગી સલાહ કંઈ ખાસ પસંદ ન પડી અને તેમણે પણ પાક અભિનેત્રીને જડબાતોડ જવાબ આપી દીધો. તેમણે કહ્યુ કે મારા બાળકની ચિંતા કરવાની જરૂર ના તમારે છે, ના દુનિયામાં કોઈ બીજાને. બીજી વાત હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની ના ડાયેટીશિયન છુ, ના તેમની મા, ના પ્રિન્સિપાલ, ના ટીચર.

દરેક ટ્વીટ સાથે સાનિયા અને વીણા મલિકનું આ વૉર વધતુ ગયુ. હાલમાં સાનિયાએ ટ્વીટર પરથી બ્રેક લઈ લીધો છે. વળી, તમને જણાવી દઈએ કે શોએબ મિલાક અને સાનિયાનો વીડિયો મેચના એક દિવસ પહેલાનો છે ના કે બાદનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X