ત્રિરંગાને સલામી આપીને સંજય દત્ત નીકળ્યો નાયક બનવા

સુપર સ્ટાર સંજય દત્ત આજે તેના તમામ અપરાધોની પૂર્ણપણે સજા મેળવીને પોતાના ઘર પરત ફરી રહ્યો છે. આજે ખરેખરમાં ખલનાયકથી નાયક બનવાની સંજય દત્તની આ સફર પૂરી થઇ છે. મુંબઇમાં વર્ષ 1993માં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષી તેવા સંજય દત્ત તેની પાંચ વર્ષની સજા આજે પૂર્ણ કરી છે. 42 મહિના સુધી યરવડા જેલમાં રહ્યા બાદ આજે આ બોલીવૂડ અભિનેતા જેલમાંથી બહાર આવ્યો છે.

ત્યારે તેને લેવા માટે તેની પત્ની માન્યતા દત્ત અને તેનો મિત્ર રાજકુમાર હિરાની ત્યાં હાજર રહ્યા હતા. સજા પૂર્ણ થયા બાદ બહાર નીકળતી વખતે સંજય દત્તે ધરતીને પ્રણામ કરીને ત્રિરંગાને સલામી આપી હતી.

sanjay dutt

પત્રકારો સાથે પોતાની લાગણીને વ્યક્ત કરતા સંજયે કહ્યું હતું કે આઝાદી મેળવવી એટલી સરળ નહતી. પણ પરિવાર અને મિત્રોના સમર્થનના કારણે હું બહાર આવી શક્યો છું. નોંધનીય છે કે અહીંથી તે એક કલાકમાં એરપોર્ટ પહોંચી મુંબઇ જશે. ત્યારે જેલની નીકળ્યા બાદ તેણે પાછા ફરીને યરાવડા જેલને સલામ કર્યું હતું.

તો બીજી તરફ પોતાના ભાઇની જેલમુક્તિ બાદ તેની બહેન પ્રિયા દત્ત કહ્યું કે સંજયની જીવનનો મુશ્કેલ સમય પૂર્ણ થઇ ગયો છે.જો કે આ પ્રસંગે જેલની બહાર કેટલાક લોકોએ સંજય દત્તની મુક્તિનો વિરોધ પણ કર્યો હતો. અને કહ્યું હતું કે સંજય દત્તને જેલમાં બીજા કેદીઓ કરતા ખાસ સુવિધા આપવામાં આવે છે. નોંધનીય છે કે સંજયના સારા વર્તનના કારણે તેની સજામાંથી તેને 8 મહિના અને 16 દિવસની સજા માફી મળી છે. જે કારણે તે જલ્દી બહાર આવી શક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X