એક મહિના સુધી આર્થર રોડ જેલમાં જ રહેશે સંજય દત્ત !

sanjay-dutt-police
મુંબઇ, 21 મે: મહારાષ્ટ્ર પોલીસે સોમવારે કહ્યું હતું કે અભિનેતા સંજય દત્તને કડક સુરક્ષાવાળી આર્થર રોડ જેલમાં રાખવામાં આવે કે પછી બીજે ક્યાંય સ્થળાંતરિત કરવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં ઓછામાં ઓછા 15 દિવસનો સમય લાગશે.

ડીએનએ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર આગામી મહિના સુધી આર્થર રોડ જેલમાં જ રહેશે. કહેવામાં આવે છે કે આર્થર રોડ જેલમાં શિફ્ટિંગમાં મોડું થવાનું કારણ જેલ વહિવટી તંત્ર સંજયની સુરક્ષાને માની રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્તને જેલમાં એક મહિના સુધી ઘરનું જમવાની છૂટ સાથે-સાથે એક મહિના સુધી ઘરેથી મોકલવામાં આવેલી દવાઓ લેવાની પરવાનગી મળી છે અને શિફ્ટિંગમાં મોડું થવાનું કારણ આ પણ હોય શકે છે. પરંતુ શિફ્ટિંગ કયા કારણોસર મોડું થઇ રહ્યું છે તે હજુસુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

પોલીસે જણાવ્યું હતું કે સંજય દત્ત હાલમાં આર્થર રોડ જેલમાં અંડા સેલમાં કેદ છે. તેમને 1993 બોમ્બ બ્લાસ્ટ વિસ્ફોટમાં બાકીની જેલની સજા કાપવા માટે આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યાં હતા. અભિનેતા સંજય દત્ત બેચેનીમાં રાતો ગુજારી રહ્યાં તે ધાર્મિક પુસ્તક વાંચી રહ્યાં છે.

એડીશનલ પોલીસ કમીશ્નર (કારાગાર) મીરા બોરવાંકરે કહ્યું હતું કે 'અમે સંજય દત્તને બીજે ક્યાંક સ્થળાંતરિત કરીએ કે નહી તે માટે થોડો વધુ સમય લઇશું. આગામી ભવિષ્યમાં તેમને બીજે ક્યાંય સ્થળાંતરિત કરવામાં આવશે. અન્ય એક જેલ અધિકારીએ કહ્યું હતું કે સંજય દત્તને સ્થળાંતરિત કરવામાં આવે કે નહી તે અંગે અસમંજસની સ્થિતી છે તે માટે ઓછામાં ઓછો 15 દિવસ જેટલો સમય લાગશે.

તેના માટે કારણો દર્શાવવામાં આવ્યાં છે કે જેલ વિભાગ ગુનેગારોની સંખ્યા, સુરક્ષા સ્થિતિ, રાજ્યની વિભિન્ન જેલોમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા કેદીઓની હાજરી અંગે માહિતી એકઠી કરી રહ્યાં છે.

જેલ અધિકારીએ કહ્યું હતું કે સંજય દત્તને સ્થળાંતરિત કરતાં પહેલાં અધિકારી વિભિન્ન પાસાઓનું અધ્યન કરી રહ્યાં છે. જો શહેરની જેલમાં કેટલાક કેદીઓ બંધ છે પરંતુ અહી સામાન્ય રીતે વિચારધીન કેદીઓને રાખવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X