સંજય દત્ત આજે ટાડા કોર્ટમાં આત્મસમર્પણ કરશે
મુંબઇ, 16 મે: વર્ષ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં અભિનેતા સંજય દત્ત ગુરૂવારે ટાડાની વિશેષ કોર્ટમાં આત્મસમર્પણ કરશે. કોર્ટમાંથી સંજય દત્તને આર્થર રોડ જેલ લઇ જવામાં આવશે જ્યાંથી તેને પુણેની યરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવશે. કોર્ટે સંજય દત્તને ગઇકાલે આવેદનપત્ર પરત લેવાની પરવાનગી આપી દિધી છે જેમાં તેમને પુણેની યરવડાની જેલમાં આત્મસમર્પણ કરવાની પરવાનગી માંગી હતી.
સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની દોષસિદ્ધી અને પાંચ વર્ષની સજા સંભળવવાના તેના નિર્ણય પર પુનવિચારનો આગ્રહ કર્યો હતો જેને 10 મેના રોજ ખારીજ કરી દેવામાં આવી હતી.

ટાડા કોર્ટે વર્ષ 2006માં સંજય દત્તને છ વર્ષની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે આ સમયગાળાને છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરી દિધો છે. સંજય દત્તને પરિવીક્ષા પર છોડવાની મનાઇ કરતાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેમના ગુનો ગંભીર પ્રકારનો છે.
સંજય દત્તને ટાડા કોર્ટે નૌ એમએમની પિસ્તોલ અને એક એકે 56 રાઇફલ ગેરકાયદેસર રાખવાના ગુનામાં દોષી ગણાવ્યો છે. આ પિસ્તોલ અને રાયફલ હથિયારો અને વિસ્ફોટકોની તે ખેપનો ભાગ હતો જેમને બોમ્બ વિસ્ફોટ માટે ભારત લાવવામાં આવ્યા હતા. વર્ષ 1993માં થયેલા તે વિસ્ફોટોમાં 257 વ્યક્તિના મોત નિપજ્યાં હતા જ્યારે 700થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.












Click it and Unblock the Notifications
