For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર ચીનના બહિષ્કારની વાતો કરે અને તેની જ પાસેથી લોન લે છે

આમ આદમી પાર્ટીા નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકારને ચીન પાસેથી 5700 કરોડ રૂપિયાની લોન લેવા બાબતે ઘેર્યા છે.

|
Google Oneindia Gujarati News

લદ્દાખની ગલવાન ઘાટીમાં એલએસી પર 15 જૂને થયેલી અથડામણ બાદથી ભારત અને ચીન વચ્ચે સતત તણાવ ચાલુ છે. અથડામણમાં પોતાના 20 જવાનોની શહીદી બાદ લોકોમાં ગુસ્સો છે અને દેશમાં ચીની સામાનના બહિષ્કારની વાત ઉઠી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીા નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકારને ચીન પાસેથી 5700 કરોડ રૂપિયાની લોન લેવા બાબતે ઘેર્યા છે. સંજય સિંહે કહ્યુ કે એક તરફ સરકાર લોકોને ચીની સામાનના બહિષ્કારની વાતો કરી રહી છે અને બીજી તરફ એ જ દેશમાંથી લોન લઈ રહી છે.

'ભાજપ સરકાર ઘૂંટણ ટેક યોજના હેઠળ કામ કરી રહી'

'ભાજપ સરકાર ઘૂંટણ ટેક યોજના હેઠળ કામ કરી રહી'

સંજય સિંહે ચીની કંપની પાસેથી 5700 કરોડ રૂપિયા લોન લેવાના એક સમાચારની લિંક શેર કરીને ટ્વિટ કર્યુ, 'વાહ રે ભાજપીઓ તમે અને તમારી ડ્રામાબાજી પ્રશંસનીય છે, દેશને કહો છો ચીનનો બહિષ્કાર કરો અને મોદી સરકાર ચીન પાસેથી 5700 કરોડની લોન લે છે. સીમા પર જવાન શહીદ થઈ રહ્યા છે અને ભાજપ સરકાર ઘૂંટણ ટેક યોજા હેઠળ કામ કરી રહી છે.'

19 જૂને નાણા મંત્રાલયે આપી હતી માહિતી

19 જૂને નાણા મંત્રાલયે આપી હતી માહિતી

આ પહેલા 19 જૂને નાણા મંત્રાલયે જણાવ્યુ હતુ કે કોરોના વાયરસની મહામારીમાં મદદ માટે ભારત સરકાર અને બેઈજિંગ સ્થિત બહુપક્ષીય નાણાકીય સંસ્થા 'એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક' (AIIB) એ 750 મિલિયન ડૉલર (લગભગ 5688 કરોડ રૂપિયા)ની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. તમને જણાવી દઈએ કે એઆઈઆઈબી એક બહુપક્ષીય ડેવલપમેન્ટ બેંક છે, જેનો હેતુ એશિયામાં સામાજિક અને આર્થિક ક્ષેત્રને શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરવાનો છે.

20 જવાનોની શહીદી બાદ ગુસ્સામાં છે દેશ

20 જવાનોની શહીદી બાદ ગુસ્સામાં છે દેશ

ઉલ્લેખનીય છે કે 15 જૂને એલએસી પર ચીની સૈનિકો અને ભારતીય જવાનો વચ્ચે અથડામણમાં આપણા 20 જવાનો શહીદ થયા હતા. વળી, 40થી વધુ ચીની સૈનિક પણ માર્યા ગયા હતા. આ અથડામણ બાદથી એલએસી પર તણાવ ચાલુ છે. ભારત અને ચીન વચ્ચે તણાવને ઉકેલવા માટે સેનાના વરિષ્ઠ અધિકારીઓમાં ઘણી બેઠકો થઈ ચૂકી છે.

સુશાંત સિંહ સુસાઈડ કેસઃ મુંબઈ પોલિસે જારી કર્યુ નિવેદન, લોકોને કરી આ અપીલસુશાંત સિંહ સુસાઈડ કેસઃ મુંબઈ પોલિસે જારી કર્યુ નિવેદન, લોકોને કરી આ અપીલ

English summary
Sanjay Singh AAP MP attacks Modi Government On 5700 Crore Loan Issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X