મદદ માટે આ મુસ્લિમ યુવતીએ PM મોદીનો માન્યો આભાર

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય પણ કોઇ વિદ્યાર્થીની મદદ કરવાનું ચૂકતા નથી. નરેન્દ્ર મોદી ભણતર અને વિકાસ માટે કેટલા કટિબદ્ધ છે, એ વાત સાબિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

થોડા દિવસ પહેલાં જ કર્ણાટક ના મંડ્યા જિલ્લાની એક વિદ્યાર્થીની સારાએ નરેન્દ્ર મોદીને પત્ર લખી ઉચ્ચતર અભ્યાસ માટે તેમની મદદ માંગી હતી. સારાને ઉચ્ચતર અભ્યાસની ફી ભરવા માટે લોનની જરૂર હતી, પરંતુ તેના ઘરની પરિસ્થિતિ જોતાં બેંક તેને લોન આપવા તૈયાર નહોતી થઇ.

sara

બેટી બચાઓ, બેટી પઢાઓ

આખરે સારાએ હારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખી મદદ માંગી હતી. તેને પૂરી આશા હતી કે, વડાપ્રધાન તેની મદદ કરશે અને થયું પણ એવું જ. 21 વર્ષીય સારાએ નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે, તેને એમબીએ ભણવાની ઇચ્છા છે, કોલેજની ફી ભરવા માટે બેંક લોનની જરૂર છે, પરંતુ તેના પિતા સુગર ફેક્ટરીમાં સાધારણ નોકરી કરતા હોવાથી બેંક લોનની મંજૂરી આપવા તૈયાર નથી. બેંકની દલીલ છે કે, આવી પરિસ્થિતિમાં તે લોન કઇ રીતે ચૂકવશે? સારાએ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેમની 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

1 જ દિવસમાં 1.5 લાખની લોન મંજૂર

સારાએ પત્ર લખ્યાના 10 દિવસની અંદર જ તેને પીએમ મોદીનો જવાબ મળ્યો, તે પોતાના પિતા સાથે પીએમ મોદીનો પત્ર લઇ બેંક પહોંચી અને તેની લોન મંજૂર કરવામાં આવી. સારાની 1.5 લાખની એજ્યૂકેશન લોન એક દિવસની અંદર જ મંજૂર કરવામાં આવી. ન્યૂઝ એજન્સિ એએનઆઇ સાથે આ અંગે વાત કરતાં સારાએ જણાવ્યું કે, મારા માર્ક્સ સારા હોવા છતાં બેંક લોન મંજૂર કરવા તૈયાર નહોતી, આથી મેં પીએમને પત્ર લખવાનું વિચાર્યું. મને પૂરી ખાતરી હતી કે પીએમ મોદીનો જવાબ ચોક્કસ આવશે. પરંતુ આટલો જલ્દી આવશે એવી આશા નહોતી.

English summary
Sara went to bank with the PMO letter, she was given a loan within a day.
Please Wait while comments are loading...