સરબજીત 'બ્રેન ડેડ' જાહેર, પરિવાર ભારત પરત ફરશે
લાહોર, 30 એપ્રિલ: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદી સરબજીત સિંહના બ્રેન ડેડના સમાચાર પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનમાં લાહોરના જિન્ના હોસ્પિટલમાં ભરતી સરબજીતના બ્રેન ડેડના સમાચાર બાદ તેનો પરિવાર હવે ભારત પરત ફરશે. એ પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં ભરતી સરબજીત સિંહને વેન્ટીલેટર પરથી હટાવવાની તૈયારી ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય સરબજીતની બહેન, પત્ની અને સરબજીતની બે પુત્રીઓ તેમને મળવા પાકિસ્તાન આવી હતી.
26 એપ્રિલના રોજ સરબજીત સિંહ પર થયેલા ખાતક હુમલાના આરોપોમાં પાકિસ્તાની અધિકારીઓએ બે કેદીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તે બંનેને ફાંસીની સજા મળેલી છે. સરબજીત સિંહ પર કેટલાક કેદીઓએ ઇંટ અને બ્લેડ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમને લાહોરના જિન્ના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં હતા.

સરબજીત સિંહની દયા અરજીને પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને કોર્ટોએ નકારી કાઢી હતી. તાજેતરમાં જ પોતાના કાર્યકાળ પુરો કરનાર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતૃત્વની સરકારે વર્ષ 2008માં સરબજીત સિંહની ફાંસીને અનિશ્વિતકાળ સુધી સ્થગિત કરી દિધી છે. સરબજીતના પરિવારનું કહેવું છે કે સરબજીત ખોટી ઓળખનો શિકાર બન્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
