સરબજીત હત્યા કેસ: ભારત આવી શકે છે પાકિસ્તાની જજ

એક સદસ્યીય તપાસ પ્રાધિકરણના આ કેસમાં જાણકારી રાખનાર ભારતીય નાગરિકો પાસેથી પ્રાસંગિક દસ્તાવેજો સાથે સાત દિવસની અંદર લેખિત આવેદન આપવાનું કહ્યું છે. તે માટે ભારતીય નાગરિકોની તપાસ પ્રાધિકરણ સમક્ષ પોતાને તેની આધિકારીક વેબસાઇટ પર પંજીકૃત કરવું પડશે. ન્યાયાધીશના અંગત સ્ટાફ અધિકારી રિયાજ અહેમદે આ જાણકારી આપી હતી.
અહેમદે જણાવ્યું હતું કે ન્યાયાધીશ જો જરૂરિયાત અનુભવે છે તો તે તપાસના મુદ્દે ભારતની યાત્રા પર જઇ શકે છે. પ્રાધિકરણે પાકિસ્તાનના નાગરિકો પાસેથી પ્રાસંગિક દસ્તાવેજો સાથે લેખિત અરજી આમંત્રિત કરી છે. તે માટે તેમને સાત દિવસમાં પોતાના કોમ્પ્યુટરકૃત રાષ્ટ્રીય ઓળખપત્રની કોપી લગાવવી પડશે.
તપાસ પૂરી કરવા માટે કોઇ સમય સીમા નક્કી કરવામાં આવી નથી. પાંચ-છ કેદીઓએ 26 એપ્રિલના રોજ યોજનાબદ્ધ રીતે સરબજીત સિંહ પર ઘાતક હુમલો કર્યો હતો. લગભગ એક અઠવાડિયા સુધી કોમામાં રહ્યા બાદ સરબજીતનું બે મેના રોજ મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે મોતની સજા કાપી રહેલા બે કેદીઓ અમર આફતાબ તથા મુદસ્સર પર હત્યાનો કેસ દાખલ કર્યો છે. બંને કેદીઓએ પોલીસને જણાવ્યું હતું કે સરબજીતને મારવા માંગતા હતા કારણ કે તે બોમ્બ વિસ્ફોટમાં નિર્દોષ પાકિસ્તાનીઓની હત્યામાં સામેલ હતો.












Click it and Unblock the Notifications
