For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટ મમતા સરકારને ઊખાડવા આવ્યો છું: અમિત શાહ

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 30 નવેમ્બર: કોલકાતામાં વિક્ટોરિયા હોલમાં રેલીને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર નિશાનો સાધ્યો. રેલીને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મમતાના વિકાસ પર નિશાનો સાધતા જણાવ્યું કે મમતા દીદી વિકાસના નામ પર પશ્ચિમ બંગાળની સત્તામાં આવી હતી, પરંતુ આજે અત્રે યુવાનો બેરોજગાર છે.

શાહે જણાવ્યું કે મમતા દીદીના રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે. હું અત્રેથી 'ભ્રષ્ટ' તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે કોલકાતા આવ્યો છું. આજે રાજ્યમાં ઘણી ઔદ્યોગિક કંપનીયો બંધ થઇ ગઇ છે. ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રીના વલણના કારણે અત્રે ઉદ્યોગ સ્થાપવામાં ખચકાઇ રહ્યા છે. મમતાએ પશ્ચિમ બંગાળની જનતાને જે વચન આપ્યું હતું તે મુખ્યમંત્રી બન્યા બાદથી જ ભૂલી ગઇ, હવે મમતાના તેવર બદલાઇ ગયા છે.

amit shah
શાહે મમતા પર ચિટફંડમાં પકડાયેલા પોતાના ટીએમસી સાંસદનો બચાવ કરવાનો આરોપ લગાવ્યો. શાહે જણાવ્યું કે આખરે મમતા ચિટફંડના દોષિયોને શા માટે બચાવી રહી છે. અમિત શાહે જણાવ્યું કે બાંગ્લાદેશથી ભારત આવી રહેલા ઘુસણખોરોને સરકાર સહી લેવાનું બંધ કરે.

ભાજપ અધ્યક્ષ શાહે જણાવ્યું કે દીદીના રાજ્યમાં લોકો મેહનત કરનારા છે. પરંતુ એક સારા મુખ્યમંત્રી નહીં હોવાના કારણે લોકો પરેશાન છે. શાહે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની જનતા મમતાના વિકાસને જુવે અને પછી દેશ મોદીના નેતૃત્વમાં દેશમાં થઇ રહેલા વિકાસને જુએ, મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના પથ પર ચાલી રહ્યો છે. શાહે નિગમ ચૂંટણીમાં ટીએમસીને જડથી ઉખાડી ફેંકવાનું આહ્વાન પણ કર્યું.

રેલીને સંબોધિત કરતા અમિત શાહે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ખૂબ જ સવાલ ઉઠાવ્યા. શારદા ઘોટાળા પર બોલતા શાહે જણાવ્યું કે આખરે દીદી આ મામલે ચુપ શા માટે છે. તેમણે બેનર્જી પર આરોપીયોને બચાવવાનો આરોપ લગાવ્યો.

English summary
Saradha scam money used to fund Burdwan blast: Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X