શશિકલા સોમવારે લઇ શકે છે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ

Posted By:
Subscribe to Oneindia News

જયલલિતાના નિધન પછી તમિલનાડુના મુખ્યમંત્રી પદના દાવેદારીને લઇને હજી પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ ભલે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ઓ.પન્નીરસેલ્વમ ગાદી સંભાળી રહ્યા હોય. પણ હાલ જે રીતની સંભાવનાઓ ચાલી રહી છે તે જોતા સંપૂર્ણ પણે તેવી સંભાવના છે કે સોમવારે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ચિન્નમા તરીકે ઓળખાતી જયલલિતાની નજદીકી શશિકલા મુખ્યમંત્રી તરીકે શપથ લે. નોંધનીય છે કે હાલ એઆઇએડીએમકેના મહાસચિવ પદ પર વી કે શશિકલા કાર્યભાર નીભાવી રહ્યા છે.

sasikala

તમિલનાડુમાં એઆઇએડીએમકેના તમામ વિધાયકોની રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ જ તમિલનાડુમાં સત્તાના પરિવર્તનની સંભાવના તેજ થઇ શકે છે. અને મુખ્યમંત્રી તરીકે ખુરશી શશિકલા માટે ખાલી કરવામાં આવી શકે છે. જે બાદ સોમવારે અધિકૃત રીતે શશિકલા મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી સંભાવના છે.


નોંધનીય છે કે જયલલિતાના નિધન બાદ ઓ. પન્નીરસેલ્વમને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. જયલલિતા હોસ્પિટલમાં હતા ત્યારે પણ તેમણે સમગ્ર કાર્યભાર નિભાવ્યો હતો. અને આ પહેલા જ્યારે જયલલિતા પર કેસ ચાલી રહ્યો હતો ત્યારે પણ તેમ જ તમિલનાડુની કમાન સંભાળી હતી. પણ જયલલિતાના નિધન બાદ શશિકલા પર લોકોએ સંદેહ વ્યક્ત કર્યો હતો. તેમના મહાસચિવના પદ પર વિરોધ કરવામાં આવ્યો હતો. પણ તે પછી તેમને પાર્ટીના મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સંભાવના તેવી છે કે શશિકલાને જ મહાસચિવ બાદ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે પર કામકાજ સોંપવામાં આવે.

English summary
AIADMK general secretary VK Sasikala could become chief minister of Tamilnadu on Monday.
Please Wait while comments are loading...