ગાઝિયાબાદમાં સેટેલાઈટની મદદથી પકડાઈ 15 કરોડની ટેક્સ ચોરી
ગાઝિયાબાદમાં સેટેલાઈટની મદદથી પકડાઈ 15 કરોડની ટેક્સ ચોરી
નવી દિલ્હીઃ સેટેલાઈટની મદદથી સીમા પર નજર રાખવી સામાન્ય વાત છે પરંતુ પહેલીવાર સેટેલાઈટની મદદથી ટેક્સ ચોરી પકડાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે સેટેલાઈટની મદદથી કુલ 15 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પકડી છે. મોદી નગરના સીકરા કલાં વિસ્તારમાં હાઈવે પાસે કરોડો રૂપિયાના વ્યવસાયિક કોમ્પ્લેક્સને રસ્તાથી દૂર કૃષિ ભૂમિ ગણાવી વેચી દીધી હતી. એવામાં આવકવેરા વિભાગે હૈદરાબાદના નેશ્નલ રિમોટ સેંસિંગની એજન્સીથી ઉપગ્રહની તસવીરો માંગી તો માલૂમ પડ્યું કે જમીન વેચવામાં આવી તે સમયે જમીન પર કોમર્શિયલ ફાઉન્ડેશન હતું.

ચીફ ઈનકમ ટેક્સ કમિશ્નર અમેન્દ્ર કુમારે જણાવ્યું કે શક્ય છે કે આ દેશનો એવો પહેલો મામલો છે જેમાં સેટેલાઈટ ઈમેજની મદદથી ટેક્સ ચોરી પકડવામાં આવી હોય. તેમણે જણાવ્યું કે અહીં એક શખ્સે ટેક્સ બચાવવા માટે વાર્ષ 2016ના ફેબ્રુઆરી મહિનામાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની જમીનનું રજિસ્ટ્રેશન કૃષિ ભૂમિના આધારે ટૂકડામાં કરાવી હતી. એવામાં તેણે આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલ નોટિસના જવાબમાં કહ્યું કે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ત્યારે તે કૃષિ ભૂમિ હતી.
આ પણ વાંચો- Big News: રસોઈ ગેસ મોંઘો થશે, સરકારના નિર્ણયથી આટલી કિંમત વધશે
આ જવાબ સાંભળતા જ વિભાગે સેટેલાઈટ ઈમેજ કાઢી તો સચ્ચાઈ સામે આવી. માલૂમ પડ્યું કે જ્યારે રજિસ્ટ્રી થઈ ત્યારે ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ચૂક્યો હતો. ઈમેજને સબૂત બનાવી વિભાગે ટેક્સ ચોરી કરનાર વ્યક્તિને નોટિસ પાઠવી અને 15 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરવા કહ્યું.












Click it and Unblock the Notifications
