For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો ત્રીજો વીડિયો આવ્યો સામે, તત્કાલીન જેલ અધિક્ષક સાથે વાત કરતા દેખાયા

મની લૉન્ડ્રીંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્લીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી ઘટવાનુ નામ નથી લઈ રહી.

|
Google Oneindia Gujarati News

મની લૉન્ડ્રીંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્લીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી ઘટવાનુ નામ નથી લઈ રહી. હવે જેલમાંથી ત્રીજો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જેમાં તે ઘણા લોકો સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. આ પછી તિહાર જેલના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર તેમને મળવા આવે છે. તેમણે સત્યેન્દ્ર જૈન સાથે લાંબી વાતચીત કરી. જો કે આ મહિનાની શરૂઆતમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વીડિયો પર 12 સપ્ટેમ્બર 2022ની તારીખ લખેલી છે.

satyendra jain

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેલમાં જૈન પાસે ત્રણ લોકો બેઠા છે, ત્યારે જ તત્કાલીન જેલ સુપ્રિટેન્ડેન્ટ ત્યાં પહોંચી જાય છે. આના પર અન્ય લોકો ત્યાંથી નીકળી જાય છે. જ્યારે અજીત કુમાર ખુરશી પર બેસીને મંત્રી સાથે વાત કરવા લાગે છે. જૈન પણ તેના પલંગ પર આરામથી સૂઈ ગયા અને બંનેએ ઘણી વાર વાતો કરી. 9.40 મિનિટનો આ વીડિયો MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધારી શકે છે.

ભાજપે સાધ્યુ નિશાન

બીજી તરફ આ વીડિયો પર ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યુ કે મીડિયાએ તિહારનો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વખતે સત્યેન્દ્રના દરબારમાં એક જેલ સુપ્રિટેન્ડેન્ટ છે. જેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકીના બળાત્કારી પાસેથી મસાજ કરાવીને અને નવાબી ભોજન લીધા બાદ હવે આ. આ AAPની ભ્રષ્ટાચારી ટ્રીટમેન્ટ છે પરંતુ કેજરીવાલજી તેનો બચાવ કરે છે. શું તે હવે સત્યેન્દ્ર જૈનને સસ્પેન્ડ કરશે?

પહેલા બે વીડિયોમાં શું હતુ?

પહેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન એક કેદી પાસે મસાજ કરાવતા જોવા મળ્યા હતા. જ્યારે વિવાદ વધ્યો ત્યારે AAPએ સ્પષ્ટતા કરી કે તેમને ફિઝિયોથેરાપીની જરૂર છે. બાદમાં ખબર પડી કે કેદી પર એક બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીજા વિડિયોમાં જૈન આરામથી ભોજન લેતા જોવા મળ્યા હતા. તેમની સામે ખાવા માટે ઘણી વસ્તુઓ રાખવામાં આવી હતી. આ વીડિયો સામે આવતા પહેલા AAPએ દાવો કર્યો હતો કે તેમને જેલમાં ભોજન નથી મળી રહ્યુ અને તેમનુ વજન 28 કિલો ઘટી ગયુ છે.

તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ કેસમાં 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. ઈડીના જણાવ્યા મુજબ સત્યેન્દ્ર જૈન પાસે મની લોન્ડરિંગ માટે ઉપયોગમાં લેવાતી ચાર શેલ કંપનીઓ પર વાસ્તવિક નિયંત્રણ હતુ. જ્યારે સહઆરોપી અંકુશ જૈન અને વૈભવ જૈન માત્ર ડમી હતા.

English summary
Satyendar Jain 3rd CCTV video in Tihar jail with superintendent Ajit Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X