Delhi: તિહાડ જેલના વૉશરુમમાં બેભાન થયા સત્યેન્દ્ર જૈન, ડીડીયુ હૉસ્પિટલમાં કરાયા ભરતી

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. AAPએ દાવો કર્યો હતો કે તેઓ જેલના વૉશરૂમમાં બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમને દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

છેલ્લા એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે જૈનને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદોને કારણે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તાજેતરમાં AAPએ દાવો કર્યો હતો કે જૈનનુ ધરપકડ બાદ લગભગ 35 કિલો વજન ઘટી ગયુ હતુ.

Satyendar Jain

સોમવારે કરોડરજ્જુની સમસ્યાને કારણે તિહાર જેલની ટીમ તેમને સફદરજંગ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં તેમની તપાસ કરવામાં આવી. આ પછી તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

બીજી તરફ સફદરજંગમાંથી જૈનની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા હતા. તેમની સાથે બે પોલીસકર્મીઓ પણ હતા. આ તસવીર ટ્વીટ કરીને સીએમ કેજરીવાલે લખ્યું કે હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરુ છુ.

દિલ્હીની જનતા ભાજપનુ ઘમંડ અને જુલમ જોઈ રહી છે. ભગવાન પણ આ અત્યાચારીઓને માફ નહીં કરે. તેમણે આગળ લખ્યું કે આ સંઘર્ષમાં જનતા અને ભગવાન અમારી સાથે છે. અમે ભગતસિંહના અનુયાયીઓ છીએ. જુલમ, અન્યાય અને સરમુખત્યારશાહી સામે અમારી લડાઈ ચાલુ રહેશે.

જૈનની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. ત્યાં તેમણે તબિયતના આધારે જામીન માંગ્યા છે. તેમના તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જૈનનું વજન 35 કિલો ઘટી ગયું છે. તે હાડપિંજર જેવા દેખાય છે. તેમને ઘણી બીમારીઓ છે, આવી સ્થિતિમાં જામીન મંજૂર કરવા જોઈએ. વેકેશન બેચ 26 મેના રોજ આ અંગે સુનાવણી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X