અદાણી મુદ્દે SBI ના વડાની પહેલી પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું?

દિનેશ ખારાએ કહ્યું છે કે, SBI નું અદાણી ગ્રૂપ પાસે 27,000 કરોડનું અંદાજીત એક્સ્પોઝર છે, જે 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ લોન બુકનું 0.88% છે.

નવી દિલ્હી : હિડનબર્ગના રિપોર્ટને કારણે અદાણીની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. અદાણી મુદ્દે સંસદમાં પણ ભારે હંગામો ચાલી રહ્યો છે અને 6 ફેબ્રુઆરી સુધી કાર્યવાહી સ્થગિત કરાઈ છે. વિપક્ષ સતત સંસદમાં સુપ્રીમ કોર્ટની કમિટી દ્વારા તપાસની માંગ કરી રહી છે. તમામ ઘટના ક્રમ વચ્ચે ત્યારે હવે એસબીઆઈનું નિવેદન આવ્યુ છે. એસબીઆઈના પ્રમુખ દિનેશ ખારાએ આ મુદ્દે વાત કરી છે.

Dinesh Khara

અદાણીને કારણે બેંકો ડુબવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે દિનેશ ખારાએ કહ્યું છે કે, SBI નું અદાણી ગ્રૂપ પાસે 27,000 કરોડનું અંદાજીત એક્સ્પોઝર છે, જે 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ લોન બુકનું 0.88% છે. તેમણે આગળ કહ્યું કે, આ લોન અસ્કયામતો અને વ્યવસાયો સામે છે, જે રોકડ પેદા કરી રહી છે. તેથી અમને કોઈ પડકાર નથી. અમારા માટે ચિંતાનું કોઈ કારણ નથી.

વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવ્ રહી છે કે, સરકારી બેંક SBIએ અદાણી ગ્રુપને 21.38 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. આ સિવાય ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ કંપની LIC એ છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપમાં 30,127 કરોડનું રોકાણ કર્યું છે. આ બધું સરકારના ઈશારે થયું છે. આ સ્થિતિમાં તપાસ થવી જોઈએ.

હિંડનબર્ગના રિપોર્ટ પહેલા જૂથના શેરમાંથી LICનો નફો 81,000 કરોડ હતો. જે 2 ફેબ્રુઆરીએ ઘટીને 43,000 કરોડ થઈ ગયો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે શેરબજારનું આ સૌથી મોટું કૌભાંડ છે.

હવે હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજી એડવોકેટ એમએલ શર્માએ દાખલ કરી છે. અરજીમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને તેના સહયોગીઓ સામે રોકાણકારોનું શોષણ અને છેતરપિંડી કરવા બદલ FIR નોંધવાની માંગ કરી છે. આ સિવાય રોકાણકારો માટે વળતરની પણ માંગ કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X