ફેસબુક ધરપકડ: SCએ મહારાષ્ટ્ર, પં.બંગાળ પાસે માંગ્યો જવાબ

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલમાં પ્રોફેસર અંબિકેશ મહાપાત્રાને મમતા બેનર્જીના એક કાર્ટુનને સોશિયલ સાઇટ ફેસબુક પર અપલોડ કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોર્ટે શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના નિધન બાદ પાલઘરમાં બે યુવતીઓની ફેસબુક પર બંધને લઇને કોમેન્ટના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને શ્રેયા સિંઘલ દ્વારા દાખલ કરવામાં જનહિતની અરજી પર સુનવણી દરમિયાન આ નોટિસ ફટકારાઇ હતી. આ અરજીમાં આઇટી એક્ટના કેટલાક પ્રાવધાનોને ખત્મ કરવાની માંગ કરાઇ છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે એટોર્ની જનરલ જી વાહનવતીને પણ બોલાયા અને બીજાને પણ પાર્ટી બનાવવાની સલાહ આપી. બીજી બાજુ સરકારે મહત્વનો નિર્દેશ જારી કરતા જણાવ્યું કે આઇટી એક્ટ ધારા 66-એનો ઉપયોગ આઇપીએસની મંજૂરી વગર થઇ શકે નહીં.












Click it and Unblock the Notifications
