Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SC Decision in 2024 : ભારતની રાજનીતિ બદલવા જઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયો, 2024 માં રહેશે ખાસ નજર

મોદી સરકારની તાનાશાહીને રોકવામાં સુપ્રીમ કોર્ટનો મોટો ફાળો રહ્યો છે ત્યારે આવતા વર્ષે એટલે કે 2024 માં સુપ્રીમ કોર્ટ કેટલાક મહત્વની સૂનાવણીમા આદેશ આપી શકે છે. આ આદેશ દેશની રાજનીતિ બદલી શકે છે.

Supreme Court

રાજકીય પક્ષો દ્વારા મફતની લહાણી
નવા વર્ષમાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ફ્રીબીઝ પર વિચાર કરવો પડશે. બીજેપી નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે તેની સામે અરજી દાખલ કરી છે.

ઈલેક્શન બોન્ડ
રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતા ડોનેશન સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને 5 જજોની બંધારણીય બેન્ચે આ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. અરજદારો દ્વારા પારદર્શિતાનો અભાવ હોવાનું કહેવાયુ છે.

કલંકિત નેતાઓ પર આજીવન પ્રતિબંધ
આ બાબત દેશની રાજકીય વ્યવસ્થા સાથે જોડાયેલી છે. 9 નવેમ્બર 2023 ના રોજ સુપ્રીમ કોર્ટે ફોજદારી કેસોમાં કલંકિત સાંસદો અને ધારાસભ્યો પર પોતાનો ચુકાદો આપતી વખતે માર્ગદર્શિકા જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે કલંકિત નેતાઓ પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લાદવાનું વિચારશે. આ અંગેની સુનાવણી નવા વર્ષમાં થઈ શકે છે.

જ્ઞાનવાપી વિવાદ
19 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની માલિકી સંબંધિત મુદ્દા પર નીચલી અદાલતમાં હિન્દુ પક્ષના કેસની સુનાવણી માટે લીલી ઝંડી આપતાં મુસ્લિમ પક્ષની પાંચ અરજીઓ ફગાવી દીધી. આની સામે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. મંદિર પક્ષે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ પણ દાખલ કરી છે.

રાજ્યપાલની સત્તા
ઘણા રાજ્યો વતી વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને રાજ્યપાલોએ પેન્ડિંગ રાખવાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલામાં રાજ્યપાલની સત્તા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ અંગે જાન્યુઆરીમાં સુનાવણી થવાની છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તા
27 જુલાઈ 2022 ના રોજ સુપ્રીમ કોર્ટે EDની શક્તિઓ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો, જેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર તે 2024 માં પોતાનો ચુકાદો આપી શકે છે. નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવાનો, સંપત્તિ જપ્ત કરવાનો તેમજ સર્ચ ચલાવવાનો અધિકાર છે.

વહીવટી અધિકારીઓ પર દિલ્હી સરકારના અધિકારો
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવ્યો છે, જેને સંસદે પસાર કરી દીધો છે. નવા કાયદા હેઠળ દિલ્હી અધિકારીઓની બદલી-પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર પાસે રહેશે. દિલ્હી સરકારે આને પડકાર્યો છે, જેના પર સુપ્રીમ કોર્ટ નવા વર્ષમાં સુનાવણી કરશે.

અપરિણીત યુવતીઓને સરોગસીનો અધિકાર
અપરિણીત છોકરીઓને સરોગસીનો અધિકાર આપવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે આ મામલે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આ મામલે 2024માં સુનાવણી થવાની છે.

મહિલાઓની ધાર્મિક સ્વતંત્રતા
2024માં સુપ્રીમ કોર્ટની નવ જજની બંધારણીય બેંચ મહિલાઓની ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દા પર સુનાવણી કરી શકે છે. આ કેસોમાં કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાના નિર્ણયની સુનાવણી, દાઉદી બોહરા સમુદાયની મહિલાઓમાં સુન્નતની દુષ્ટ પ્રથા, મસ્જિદોમાં મહિલાઓને નમાઝ અદા કરવાનો અધિકાર, પારસી મહિલાઓને સંપત્તિનો અધિકાર સામેલ છે. .

CAA ની કલમ 6A ની બંધારણીયતા
સુપ્રીમ કોર્ટમાં 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચે 12 ડિસેમ્બર, 2023 ના રોજ નાગરિકતા સંશોધન અધિનિયમની બંધારણીય માન્યતાને પડકારતી 17 અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટ નવા વર્ષમાં ચુકાદો આપશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X