For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલને રાહત: સુપ્રિમકોર્ટે બળાત્કારના કેસને ફગાવ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gadhi
નવી દિલ્હી, 18 ઑક્ટોબર: કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર છે. સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દિધી છે. જે અરજીમાં રાહુલ ગાંધી અને તેમના સાથીઓ પર એક છોકરીનું અપહરણ કરી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કિશોર સમરિતે રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાને રાહતની દ્રષ્ટિએ જોવામાં આવે છે. કોર્ટ કહ્યું હતું કે આ કેસ સંપૂર્ણ રીતે ખોટો હતો અને તેને ખોટા પૂરાવાઓ આધારિત હતો. કોર્ટે એ પણ સ્વિકાર્યું છે કે આમ કરવા પાછળ ગાંધી પરિવારની છબિને ખરડવા માટે કરવામાં આવ્યું હતું.

અપહરણ કરી તેના પર બળાત્કાર કરવાના આ કેસને બરતરફ કરતાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે અરજી દાખલ કરનારે આ અંગે કોઇ ઠોસ પૂરાવા રજૂ કર્યાં નથી. કોર્ટે સમરિતેને ફટકારેલા દંડની રકમમાં રાહત આપતાં પચાસ લાખમાંથી ધટાડીને દસ લાખ કરી દિધી છે. આ ઉપરાંત કોર્ટે સમરિતેને આદેશ આપ્યો છે કે ખોટો કેસ દાખલ કરવાના ગુનામાં દંડરૂપે પાંચ લાખ રાહુલ ગાંધીને અને પાંચ લાખ રૂપિયા છોકરીના પરિવારને ચૂકવવા પડશે.

તેમને જણાવી દઇએ કે આ પહેલાં આ સંબંધી સનસનીખેજ ખુલાસો થઇ ચૂક્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારમાં આવેલી અરજી પર સુનાવણી કરતાં વકીલે જણાવ્યું હતું કે વર્ષ 2011માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ બળાત્કાર અને છોકરીને બંધક બનાવવાના મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો તે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવાના ઇશારે કરવામાં આવ્યો હતો.

English summary
The Supreme Court on Thursday dismissed an alleged case of rape and abduction against Congress General Secretary Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X