કોર્ટના અનાદરના મામલે વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનું સમન

Written By:
Subscribe to Oneindia News

દેશની તમામ બેંકો મળીને રૂ.9000 કરોડથી પણ વધુનું દેવુ લઇને નાસી જનાર વિજય માલ્યા ની મુશ્કેલીઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને કોર્ટના અનાદરના મામલે દોષી ગણાવતા તેમને 10 જુલાઇના રોજ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. વિજય માલ્યા વિરુદ્ધ તમામ બેંકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે પછી કોર્ટે માલ્યા વિરુદ્ધ કડક વલણ અપનાવતા તેમને 10 જુલાઇના રોજ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

vijay mallya

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, માલ્યાએ પોતાની સંપત્તિનો હિસાબ નથી આપ્યો,આથે તેમણે 10 જુલાઇના રોજ કોર્ટમાં હાજર થવાનું રહેશે. કહેવાઇ રહ્યું છે કે, 10 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટ માલ્યાના મામલે સજાની સુનવાણી કરશે. ઉલ્લેખનીય છે કે, 9 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા પાસે ડિએગો ડીલ થકી તેમને મળેલ 40 મિલિયન યૂએસ ડોલરનો હિસાબ માંગ્યો હતો. બેંકોએ માંગણી કરી હતી કે, આ રકમ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આ મામલાની સુનાવણીમાં કોર્ટે માલ્યને પૂછ્યું હતું કે, તમે કોર્ટમાં તમારી સંપત્તિનો જે હિસાબ આપ્યો છે એ સાચો છે કે ખોટો, કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે, આ કર્ણાટક કોર્ટના આદેશનું ઉલ્લંઘન નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટની પરવાનગી વિના કોઇપણ જાતનું લેણ-દેણ થઇ ન શકે. પરંતુ ડીએગો ડીલ બાદ કોર્ટે જ્યારે કેન્દ્ર સરકાર ને પૂછ્યું કે, માલ્યા વિરુદ્ધના આદેશના કઇ રીતે લાગુ કરવામાં આવ્યો, તો સરકારે જવાબ આપ્યો હતો કે, સરકાર માલ્યાને ભારત પરત લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

English summary
Supreme Court finds Vijay Mallya guilty of contempt of court, summons him on July 10.
Please Wait while comments are loading...