જૈબુનિસા સહિત 7ને SC આપ્યો 4 અઠવાડિયનો સમય

zaibunissa
નવી દિલ્હી, 18 એપ્રિલઃ 93ના બોમ્બ વિસ્ફોટ મામલે સુપ્રિમ કોર્ટે જૈબુનિસા સહિત સાત લોકોને સરેન્ડર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. 70 વર્ષિય જૈબુનિસા કેન્સર પીડિત છે. પોતાની બિમારીનું કારણ જણાવી તેણે કોર્ટ પાસે રાહત માંગી હતી, પંરતુ કોર્ટે પહેલાં જ તેની અરજી ખારીજ કરી નાંખી હતી.

આજે સંજયના મિત્ર યુસુપ નાલવાલા ઉપરાંત ત્રણ અન્ય દોષીઓને માનવીય આધાર પર સરેન્ડર કરવા માટે એક મહિનાનો સમય આપ્યા બાદ કોર્ટે જૈબુનિસાની યાચિકા પર પુનર્વિચાર કરી તેમને પણ સરેન્ડર કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે તેમને હેલ્ત ગ્રાઉન્ટ પર સરેન્ડર કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આ મામલે અત્યારસુધી સાત લોકોને સરેન્ડર કરવા માટે ચાર સપ્તાહનો સમય વધારી દેવાયો છે. આ પહેલા આજે સવારે સુપ્રિમ કોર્ટે ત્રણ દોષીઓ અલ્તાફ અલી સઇદ, ઇસા મેમણ, યુસુફ નલવાલાને ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.

બીજી તરફ જૈબુનિસા અને અન્ય બે લોકો અબ્દુલ ગફુર અને ઇસાક પર પણ આજે બપોરે નિર્ણય સંભળાવવામાં આવ્યો. નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટે મર્સી પેટિશનની સુનાવણી કરતા અભિનેતા સંજય દત્તને સરેન્ડર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. જ્યારે આ પહેલા સુપ્રિમ કોર્ટે જેબુનિસા, ઇસહાક અને અબ્દુલ ગફુરની યાચિકા ખારીજ કરી નાંખી હતી. ત્યાર બાદ પ્રશ્નો ઉઠ્યા હતા કે જો સંજય દત્તને રાહત મળી શકે તો જેબુનિસાને પણ કેમ નહીં. સંજય દત્તની જેમ આ લોકોએ પણ આત્મસમર્પણ કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ આજે સુપ્રિમ કોર્ટે બીજી વખત જૈબુનિસાની યાચિકા પર સુનાવણી કરતા તેમને રાહત આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X