For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટના જજે કહ્યુઃ કળયુગમાં આપણે વાયરસ સામે નથી લડી શકતા

બુધવારે ન્યાયાધીશે વકીલો અને લોકોને અપીલ કરીને કહ્યુ કે આપણે મોટાપાયે આ મહામારી સામે લડવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે આખી દુનિયા અત્યાર સમસમી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં અત્યારે કોરોના વાયરસના કુલ 147 કેસ સામે આવ્યા છે અને 3 લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં આ મહામારીના વિસ્તાર અને ખતરાનો જોતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીન પણ ડરેલા છે. બુધવારે ન્યાયાધીશે વકીલો અને લોકોને અપીલ કરીને કહ્યુ કે આપણે મોટાપાયે આ મહામારી સામે લડવાની જરૂર છે.

SC

બુધવારે સુપ્રીમ કોર્ટના જજ અરુણ મિશ્રાએ કહ્યુ, આ મહામારી દર 100 વર્ષમાં થાય છે. કળયુગમાં વાયરસ સામે આપણે લડાઈ નથી કરી શકતા. તે આગળ કહે છે કે મનુષ્યોની નિર્બળતાને જુઓ, તમે બધા હથિયારો તૈયાર કરી શકો છો. પરંતુ તમે આ વાયરસ સામે નથી લડી શકતા. આપણે આપણા સ્તરે આની સામે લડવુ પડશે. જસ્ટીસ અરુણ મિશ્રાએ કહ્યુ, આપણે સૌએ પોતપોતાના સ્તરે આનો મુકાબલો કરવો પડશે, માત્ર સરકાર પર આની આખી જવાબદારી નથી. જો આપણે લડીએ તો જરૂર આ મહામારી પાર પાડી શકીશુ. તમારા તમારા માટે લડવાનુ છે બીજા કોઈ માટે નહિ.

જસ્ટીસ અરુણ મિશ્રા ઉપરાંત ન્યાયાધીશ એમઆર શાહે વકીલોને અપીલ કરી છે કે તે એક વકીલ સાથે ચેમ્બરમાં આવ્યા. વરિષ્ઠ વકીલ આર્યમાન સુંદરમને બોલતા કહ્યુ એમઆર શાહે કહ્યુ, તમે બધા 5-6 વકીલો સાથે આવો છો. બાર એસોસિએશનને પણ અનુરોધ છે કે એક વરિષ્ઠ વકીલ માત્ર એક વકીલ સાથે આવવો જોઈએ. આ છેવટે તો આપણા માટે છે. તમને જણાવી દઈએ કે દુનિયાના 137થી પણ વધુ દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. દુનિયાભરમાં વાયરસના કારણે 6500થી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ 64 હજારનો આંકડો પાર કરી ગઈ છે.

આ પણ વાંચોઃ કંગના માટે આખો દિવસ મને ઈમ્પ્રેસ કરવામાં લાગી રહેતો હતો પપ્પૂઆ પણ વાંચોઃ કંગના માટે આખો દિવસ મને ઈમ્પ્રેસ કરવામાં લાગી રહેતો હતો પપ્પૂ

English summary
SC Justice Arun Mishra observes said Kalyug mein virus se hum fight nahi kar sakte
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X