For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટના વકીલનો દાવો, CJIને ફસાવવા માટે 1.5 કરોડની ઑફર આવી હતી

સુપ્રીમ કોર્ટના વકીલનો દાવો, CJIને ફસાવવા માટે 1.5 કરોડની ઑફર આવી હતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના પર લાગલા યૌન ઉત્પીડનના આરોપોને ફગાવી દીધા હતા. સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાની વાળી બેંચે આ મામલામાં હાલ કોઈ આદેશ જાહેર કર્યો નહોતો. શનિવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં વિશેષ સુનાવણી કરવામાં આવી હતી. જ્યારે, ચીફ જસ્ટિસ વિરુદ્ધ યૌન ઉત્પીડનના મામલામાં એક વકીલે મોટો દાવો કરતા કહ્યું કે સીજેઆઈને ફસાવવા માટે તેમણે તગડી રકમની ઑફર કરી હતી.

સુપ્રીમ કોર્ટના વકીલનો મોટો દાવો

સુપ્રીમ કોર્ટના વકીલનો મોટો દાવો

સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બૈંસે મોટો દાવો કરતા કહ્યું કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને બદનામ કરવા માટે તેમને રિશ્વત આપવાની કોશિશ કરવામાં આવી હતી. બૈંસે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે એક અજાણ્યા શખ્સે આરોપ લગાવનાર મહિલાનું પ્રતિનિધિત્વ કરવા અને પ્રેસ વાર્તા આયોજિત કરવા કહ્યું હતું, જેના બદલામાં લગભગ 1.5 કરોડ રૂપિયાની રિશ્વતની ઑફર કરી હતી.

1.5 કરોડની ઑફર આપી

વકીલે આગળ લખ્યું, 'જ્યારે મેં ઈનકાર કરી દીધો તો તે વ્યક્તિ આશારામ બળાત્કાર મામલે મારા નિઃશુલ્ક કામ કરવાના વખાણ કરી રહ્યો હતો અને મારો સંબંધી હોવાનો દાવો કરી રહ્યો હતો.' વકીલે લખ્યું, ''દિલ્હીમાં મારા સૂત્રો પાસેથી જાણકારી મેળવી ત્યારે માલૂમ પડ્યું કે સીજેઆઈ વિરુદ્ધ એવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું કે મજબૂર થઈ તેમણે પોતાના પદથી રાજીનામું આપવું પડ્યું. એક મોટા ષડયંત્ર સમજતા જ હું આગલા દિવસે રિશ્વત અને ષડયંત્રની જાણકારી આપવા માટે CJIના ઘરે ગયો હતો. પરંતુ તે ત્યાં હાજર નહોતા, પછી મેં પ્રશાંત ભૂષણ અને કામની જાયસવાલ સાથે મળવાની યોજના બનાવી હતી.

સીજેઆઈએ આરોપો ફગાવ્યા

સીજેઆઈએ આરોપો ફગાવ્યા

શનિવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં વિશેષ સુનાવણી થઈ હતી. આ દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે ઓનલાઈન મીડિયામાં કથિત યૌન ઉત્પીડનના સંબંધમાં લગાવવામાં આવે આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું હતું કે યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર મહિલા પાછળ મોટી તાકાત છે. સુપ્રીમ કોર્ટના સીજેઆઈએ કહ્યું હતું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં છે અને ન્યાયપાલિકાને અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તે મહિલા ક્રિમિનલ બેકગ્રાઉન્ડની છે.

ખુદ પર લાગેલ યૌશ શોષણના આરોપોને CJI રંજન ગોગોઈએ નકાર્યા, કહ્યું- મોટી તાકાતોનો હાથખુદ પર લાગેલ યૌશ શોષણના આરોપોને CJI રંજન ગોગોઈએ નકાર્યા, કહ્યું- મોટી તાકાતોનો હાથ

English summary
SC lawyer Utsav Bains claims to get offered bribe to help frame CJI Ranjan Gogoi in harassment case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X