નોટબંધીના નિર્ણય પર રોક લગાવવાની સુપ્રીમ કોર્ટની મનાઇ

Subscribe to Oneindia News

હાલમાં જ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીના નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સરકાર દ્વારા 500 અને 1000 રુપિયાના નોટબંધીના નિર્ણય પર તે રોક નહિ લગાવે. સુપ્રીમ કોર્ટે સરકારને કોઇ નોટિસ જારી કર્યા વિના આ મામલાની સુનાવણીની તારીખ 25 નવેમ્બર સુધી લંબાવી દીધી છે.

sc


આ સાથે જ લોકોને થઇ રહેલી હેરાનગતિને જોતા સુપ્રીમ કોર્ટે મોદી સરકારને પરિસ્થિતિ સુધારવા માટે મહત્વના પગલા લેવાનું કહ્યુ છે અને પૂછ્યુ છે કે લોકોને તકલીફોથી બચાવવા માટે તેઓ કયા પગલા લેવાની યોજના બનાવી રહ્યા છે.

noteban


9 નવેમ્બરથી લાગ્યો છે પ્રતિબંધ

8 નવેમ્બરની અડધી રાતથી એટલે કે 9 નવેમ્બરથી મોદી સરકારે 500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આ નોટ માત્ર કાગળના ટૂકડા બની ગયા છે. આના બદલે સરકારે 500 અને 2000 રુપિયાની નવી નોટો જારી કરી છે જેને કોઇ પણ બેંક કે પોસ્ટ ઓફિસમાં જઇને બદલી શકાય છે.

petrolpump


આ વસ્તુઓ પર છે 24 નવેમ્બર સુધી રાહત

500 અને 1000 રુપિયાની નોટ બંધ થયા બાદ લોકોની તકલીફોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ, દૂધ, બુથ, હોસ્પિટલ, રેલવે બુકિંગ કાઉંટર, એર ટિકિટ કાઉંટર અને બસ સ્ટેશન જેવા સ્થળો પર 24 નવેમ્બરની અડધી રાત સુધી જૂની નોટ ચલાવવાનો આદેશ આપ્યો છે.

bank


એટીએમ અને બેંકમાં પણ આપી સુવિધા

આ ઉપરાંત સરકારે બેંકોમાં જૂની નોટ બદલવાની મર્યાદા પણ વધારી દીધી છે. પહેલી મર્યાદા 4000 રુપિયા હતી પરંતુ હવે આ મર્યાદા 4500 રુપિયા કરી દીધી છે. આ ઉપરાંત એટીએમમાંથી એક દિવસમાં પૈસા ઉપાડવાની મર્યાદા 2000 રુપિયા હતી તે પણ વધારીને 2500 કરી દેવામાં આવી છે.

doctor


હોસ્પિટલ પર કડકાઇ

હાલમાં જ ઘણી હોસ્પિટલો દ્વારા જૂની નોટો ન લેવાને કારણે સારવારના અભાવમાં કેટલાક લોકોના મૃત્યુ થઇ ગયા. જેના પર કડકાઇ બતાવતા સરકારને હોસ્પિટલો પર કડકાઇ રાખવાનો આદેશ કર્યો છે. જો કોઇ હોસ્પટલ કે કેટરર્સ જૂની નોટ ના લે કે પછી ચેક, ડિમાંડ ડ્રાફ્ટ કે ઓનલાઇન પેમેંટ લેવાની પણ મનાઇ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

English summary
SC refuses to stay on demonetisation done by modi government
Please Wait while comments are loading...