For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ થયો

કેન્દ્ર સરકાર ઘ્વારા રજા પર મોકલવાના નિર્ણય સામે સીબીઆઈ નિર્દેશક આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર ઘ્વારા રજા પર મોકલવાના નિર્ણય સામે સીબીઆઈ નિર્દેશક આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય આપ્યો છે. સરકારને ઝાટકો આપતા સુપ્રીમ કોર્ટે તેમને રજા પર મોકલવાના નિર્ણયને રદ કરી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું જે આલોક વર્મા પોતાના પદ પર બન્યા રહેશે પરંતુ તેઓ કોઈ નીતિગત નિર્ણય નહીં લઇ શકે. આ નિર્ણય પછી 75 દિવસ બાદ આલોક વર્માની સીબીઆઇમાં વાપસી થઇ ચુકી છે.

સીબીઆઈ જેવી સંસ્થા પર સવાલ

સીબીઆઈ જેવી સંસ્થા પર સવાલ

આ પહેલા ડિસેમ્બરમાં થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બધા જ પક્ષોને સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે થયેલી જંગ સાર્વજનિક થયા પછી કેન્દ્ર સરકારે ગયા વર્ષે 23 ઓક્ટોબરે બંને અધિકારીઓને રજા પર મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ મામલો સામે આવ્યા પછી સીબીઆઈ જેવી સંસ્થા પર સવાલ થવા લાગ્યા હતા.

કેન્દ્ર સરકારનું નોટિફિકેશન રદ

કેન્દ્ર સરકારનું નોટિફિકેશન રદ

કેન્દ્ર સરકાર ઘ્વારા આલોક વર્મા અંગે 23 ઓક્ટોબર 2018 પછી બધા જ નોટિફિકેશન કેન્સલ કરી દેવામાં આવ્યા છે. એટલે કે કેન્દ્ર સરકારે આલોક વર્મા અંગે જે પણ નોટિફિકેશન જાહેર કર્યા હતા તેને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. નિર્ણય સંભાળવાતાં સુપ્રીમકોર્ટે કહ્યું કે આલોક વર્માને હટાવતા પહેલા સિલેક્ટ કમિટી, પીએમ અને નેતા પ્રતિપક્ષ પાસેથી સહમતી લેવી જોઈતી હતી.

સિલેક્શન સમિતિ વિચાર કરે

સિલેક્શન સમિતિ વિચાર કરે

સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય સંભાળવતા કહ્યું કે સિલેક્શન સમિતિ તથ્યોને આધારે વિચાર કરે. ધ્યાન આપવા જેવી બાબત છે કે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માનો કાર્યકાલ જાન્યુઆરી અંત સુધી જ છે. એવી સ્થિતિમાં ફક્ત થોડા દિવસ સુધી જ તેઓ પોતાના પદ પર બની રહેશે.

English summary
SC reinstates Alok Verma as CBI boss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X