સંજુબાબાની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જવું પડશે જેલ
નવી દિલ્હી, 10 મે : 1993 મુંબઇના સીરીયલ બ્લાસ્ટ કેસમાં હથિયાર રાખવાના ગુનામાં દોષી ઠરેલ અભિનેતા સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પુનર્વિચાર અરજી પર આજે સુનવણી કરતા કોર્ટે સંજય દત્તને રાહત નહી આપવાનો નિર્ણય કરી અરજી ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી એક વાત નક્કી થઇ જાય છે કે હવે મુન્નાભાઇએ જેલયાત્રા કરવી જ પડશે.
સંજય દત્તના વકીલે પત્રકારોને જણાવ્યું કે 'પુનર્વિચાર અરજીમાં કોર્ટમાં કોઇ દલિલ કરવાની હોતી નથી. આરોપો અને કેસના આધારે કોર્ટે પોતાનો નિર્ણય આપવાનો હોય છે. કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાઇ છે માટે હવે સંજય દત્તે શરણાગતિ કરવી પડશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્તને સુપ્રિમ કોર્ટે ગયા મહિને 16 એપ્રિલના રોજ સરેન્ડર કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો. હવે તેમણે 16 મેના રોજ કોઇપણ હાલતમાં સરેન્ડર કરીને જેલભેગા થવું જ પડશે.












Click it and Unblock the Notifications
