For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમના ચુકાદાથી 1460 જનપ્રતિનિધિઓના પદ છીનવાશે

|
Google Oneindia Gujarati News

supreme-court-of-india
નવી દિલ્હી, 11 જુલાઇ : ચૂંટણી લડતા પહેલા ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા પોતાના સોગંદનામામાં કુલ 1460 સાંસદો અને ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેમની સામે ગુના નોંધાયેલા છે.

સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાઓના સંદર્ભમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વૉચ (એનઇડબલ્યુ)એ વર્તમાન 4,807 સાંસદો અને ધારાસભ્યો તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામાઓનું વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણમાં કુલ સાંસદો અને ધારાસભ્યોમાંથી 688 (14 ટકા)એ પોતાની સામે ગંભીર અપરાધ ગુના નોંધાયેલા હોવાની કબૂલાત કરેલી છે.

આ વિશ્લેષણ અનુસાર 543 સાંસદોમાંથી 162 (30) ટકા લોકસભા સભ્યોએ પોતાની વિરુદ્ધ ગુનાહિત કેસો નોંધાયા હોવાનું કબૂલ કર્યું છે. જ્યારે 14 ટકા સાંસદોએ પોતાની સામે ગંભીર ગુનાહિત કેસો નોંધાયા હોવાનું સ્વીકાર્યું છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓ 2009માં સૌથી વધારે 74 ટકા ચૂંટાયેલા પ્રતિનિધિઓની વિરુદ્ધ ગુનાહિત કેસો નોંધાયેલા છે.

English summary
SC's decision will effect 1460 peoples representatives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X