For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RT-PCR ટેસ્ટની ફી દેશભરમાં 400 રૂપિયા કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

RT-PCR ટેસ્ટની ફી દેશભરમાં 400 રૂપિયા કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખા દેશમાં કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટની મહત્તમ ફી 400 રૂપિયા નિર્ધારિત કરવાને લઈ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં માંગણી કરવામાં આવી કે દેશભરમાં ટેસ્ટની એક જ કિંમત રાખવાને લઈ આદેશ આપે. મંગળવારે આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે પોતાનો પક્ષ રાખવા કહ્યું.

supreme court

અજય અગ્રવાલ નામના વકીલે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું કે કોરોનાના નામ પર લોકોને લૂંટવાનું કામ થઈ રહ્યું છે. લેબ ટેસ્ટ માટે મરજી મુજબ પૈસા વસૂલી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટ માટે નવથી ત્રણ હજાર રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે જે સામાન્ય લોકો પર માર સમાન છે. એવામાં આમાં એકરૂપતાની જરૂરત છે માટે દેશભરમાં સમાન રૂપે મહત્તમ 400 રૂપિયા ફી આ ટેસ્ચ માટે નિર્ધારિત કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું કે આના માટે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપે.

PM સાથેની મીટિંગમાં અમિત શાહે મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, આ 3 પોઈન્ટથી કંટ્રોલ થશે કોરોનાPM સાથેની મીટિંગમાં અમિત શાહે મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, આ 3 પોઈન્ટથી કંટ્રોલ થશે કોરોના

અરજીમાં કહેવામાં આવ્યું કે લેબ અઢળક ફાયદો કમાઈ રહી છે. આરટી-પીસીઆર કિટની કિંમત દેશમાં 200 રૂપિયાની આસપાસ છે પરંતુ ટેસ્ટ માટે બેથી ત્રણ હજાર રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશમાં આ પરીક્ષણની લાગતના આધારે લેબ 1400 ટકા સુધીનો લાભ કમાઈ રહી છે જ્યારે દિલ્હીમાં 1200 ટકા સુધી. અગ્રવાલે અરજીમાં કહ્યું કે લોકો કોરોના વાયરસને લઈ દહેશતમાં છે અને લેબ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. મહામારીના સમયમાં આવું લોકો સાથે ના થવું જોઈએ, એવામાં દેશમાં ટેસ્ટની એક જ કિંમત હોવી જોઈએ.

English summary
SC sought a response from central government on the plea seeking direction to cap rt pcr test fee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X