For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCએ રાજ્યો પાસેથી ગુટખા પ્રતિબંધ અમલ વિશે રિપોર્ટ માંગ્યો

|
Google Oneindia Gujarati News

supreme-court-of-india
નવી દિલ્હી, 3 એપ્રિલ : સર્વોચ્ચ અદાલતે (SC)એ તમાકુ યુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ પર અમલના મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

ન્યાયમૂર્તિ જી એસ સંઘવીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને આ સંબંધમાં ચાર સપ્તાહની અંદર સોગંદનામુ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોએ ગુટખા પર પ્રતિબંધ મૂકવા માટે નિયમો બનાવ્યા છે. SC આ મુદ્દે હવે 3 મેના રોજ આગળની સુનવણી કરશે.

અદાલતે કેન્દ્ર સરકારના કહેવાથી આ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે અદાલતને માહિતી આપી હતી કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં નિયમ અને કાયદાની અવગણના કરીને ગુટખાનું ઉત્પાદન અને વેચાણ થઇ રહ્યું છે. આ રાજ્યોમાં આરોગ્ય અધિકારીઓ ગુટખા પ્રતિબંધના નિયમોને વ્યવસ્થિત રીતે અમલી બનાવી રહ્યા નથી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે બિન સરકારી સંગઠન સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સની જનહિત યાચિકા પર સુનવણી દરમિયાન દેશમાં ગુટખા, પાન મસાલા અને અન્ય તમાકૂ ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ પર પૂર્ણ પ્રતિબંધ લાગાવવાની સવાલ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. આ સંગઠન ઇચ્છે છે કે ગુટખા પ્રતિબંધ પર પ્રભાવી રીતે અમલ કરવામાં આવે.

English summary
SC sought Gutkha ban implementation reports from states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X