MP મામલે SCની રાજ્ય સરકાર, કોંગ્રેસ અને બાગી ધારાસભ્યોને નોટિસ, કાલે સુનાવણી થશે
MP મામલે SCની રાજ્ય સરકાર, કોંગ્રેસ અને બાગી ધારાસભ્યોને નોટિસ, કાલે સુનાવણી થશે
મધ્ય પ્રદેશમાં રાજકીય નાટકની વચ્ચે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અદાલતે હાલ રાજ્ય સરકાર, સ્પીકર અને કોંગ્રેસના બાગી ધારાસભ્યોને નોટિસ જાહેર કરી છે, જેના પર બુધવારે સુનાવણી થશે. મધ્ય પ્રદેશમાં પાછલા બે અઠવાડિયેથી ચાલી રહેલ રાજકીય ઘમાસાણ ચરમ સીમા પર છે. સોમવારે વિધાનસભાની કાર્યવાહી શરૂ તો થઈ પરંતુ બહુમત પરીક્ષણ ના થઈ શક્યું. બીજી તરફ સ્પીકરે વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે, ત્યારે રાજ્યપાલ લાલજી ટંડન તરફથી કમલનાથ સરકારને 17 માર્ચ સુધી બહુમત સાબિત કરવા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે.

આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભાજપ તરફતી મુકુલ રોહતગીએ અદાલતમાં કહ્યું કે આ આખો મામલો લોકતંત્રને જીવિત રાખવાને લઈને છે, પરંતુ બીજો પક્ષ આ મામલે કૃતજ્ઞતા નથી દેખાડી રહ્યો. આ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે તેમને ઉમ્મીદ છે કે મીડિયાકર્મીઓને કોર્ટ રૂમમાં આવતા રોકવામાં આવ્યા નહિ હોય, જેના પર તેમણે જાણકારી આપી કે કેટલાક મીડિયાકર્મીઓને અંદર આવવાની મંજૂરી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ મધ્ય પ્રદેશના રાજકીય નાટકમ મામલે રાજ્ય સરકારને સ્ટેન્ડિંગ કાઉન્સિલ દ્વારા નોટિસ પાઠવી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી અને સ્પીકરને પણ નોટિસ મોકલવામાં આવી છે. આની સાથે સુનાવણીને આવતી કાલ સુધી ટાળી દેવામાં આવી છે અને હવે બુધવારે આ મામલે સુનાવણી થશે.












Click it and Unblock the Notifications
