Ayodhya Verdict વિરુદ્ધની દાખલ પુનર્વિચાર અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
Ayodhya Verdict વિરુદ્ધની દાખલ પુનર્વિચાર અજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો હતો, જે બાદ કેટલાય દશકોથી ચાલી રહેલ આ વિવાદનો અંત થઈ ગયો હતો. પરંતુ કોર્ટના ફેસલા પર અસહમતિ જતાવતા મુસ્લિમ પક્ષે આ ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેના પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જો કે મુસ્લિમ પક્ષમાં પણ એક તબક્કો એવો છે જેનું કહેવું છે કે આ ફેસલાની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવી ન જોઈએ. જેથી આજે સૌકોઈની નજર સુપ્રીમ કોર્ટ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત નવ નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદ પર ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત ભૂમિને હિન્દુ પક્ષને આપવાનો આદેશ આપ્યો. જ્યાં રામ મંદિરનું નિર્માણ થવાનું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે પાંચ એકર જમીન અલગથી આપવાનો આદેશ કર્યો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના જમીન પરના દાવાને ફગાવી દીધો હતો. પરંતુ કોર્ટે કહ્યું હતું કે નિર્મોહી અખાડાને રામ મંદિરના ટ્રસ્ટમાં જગ્યા આપવામાં આવે.
મુસ્લિમ પક્ષ તરફથી વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ પાંચ એકર જમીનનો સ્વીકાર નહિ કરીએ કેમ કે આ શરિયા કાનૂનની વિરુદ્ધ છે. જફરયાબ જિલાની સુન્ની વક્ફ બોર્ડના વકીલ છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ફેસલામાં કેટલીય વિરોધાભાસી વાતો કહેવામાં આવી છે. શરિયા મુજબ મસ્જિદ ત્યાં જ રહે છે જ્યાં તેનું એકવાર નિર્માણ થઈ જાય છે. શરિયામાં આ વાતની ઈજાજત નથી કે અમે મંદિર બનાવવા માટે કોઈપણ પ્રકારની જમીન કે પૈસાનો સ્વીકાર કરીએ.












Click it and Unblock the Notifications
