
શિડ્યુલ આંતરાષ્ટ્રીય કૉમર્શિયલ પેસેન્જર ફ્લાઈટો માટે DGCAનુ મોટુ એલાન
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટના કારણે શિડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પેસેન્જર સેવાઓને હવે 30 નવેમ્બર, 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય(DGCA) એ બુધવારે આ માહિતી આપી. મળતી માહિતી મુજબ આ નિર્ણય દેશમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવામાં આવ્યો છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ માહિતી આપી હતી કે તહેવારની સિઝનમાં દેશમાં પાંચ રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે.
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે માર્ચમાં લગાવવામાં આવલે દેશવ્યાપી લૉકડાઉનના બે મહિના બાદ એટલે કે 25 મેથી ઘરેલુ પેસેન્જર ફ્લાઈટો ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે માર્ચથી લઈને અત્યાર સુધી ઈન્ટરનેશનલ કૉમર્શિયલ સેવાઓને બંધ જ રાખવામાં આવી છે. આ દરમિયાન વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભારત સરકારે એર ઈન્ડિયા સાથ વંદે ભારત મિશન પણ ચલાવ્યુ પરંતુ સામાન્ય આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓને બંધ કરીને રાખવામાં આવી. ડીજીસીએએ કહ્યુ કે 25 મેથી 31 મે વચ્ચે 2.81 લાખ હવાઈ યાત્રીઓએ ઘરેલુ યાત્રા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 80 લાખ પાસે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,893 નવા કેસ સામે આવ્યા છે અને 508 મોત થયા છે. તમને જણાવી દઈએકે ભારતમાં અત્યાર સુધી કોરોનાના 79,90,322 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 6.10,803 સક્રિય કેસ છે જ્યારે 72,59,509 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. ભારતમાં છેલ્લા 5 સપ્તાહથી કોરોના વાયરસના સરેરાશ દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે.
Suspension on scheduled international commercial passenger services to/from India extended till November 30: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/fFRJ5UVVlP
— ANI (@ANI) October 28, 2020
દિલ્લીઃ બધી સરકારી અને ખાનગી સ્કૂલો આવતા આદેશ સુધી બંધ રહેશેઃ શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા