School Holidays February 2026: ફેબ્રુઆરીમાં રજાઓની ભરમાર, જાણો ક્યારે બંધ રહેશે શાળાઓ?
School holidays in February 2026: ફેબ્રુઆરી 2026 માટે શાળાઓની રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાષ્ટ્રીય, રાજ્ય-સ્તરીય અને વિવિધ પ્રાદેશિક તહેવારોનો સમાવેશ થાય છે. જોકે, રજાઓની અંતિમ માહિતી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા શિક્ષણ બોર્ડની સત્તાવાર જાહેરાત તપાસવાની સલાહ આપવામાં આવે છે.

ફેબ્રુઆરીમાં ક્યારે-ક્યારે બંધ રહેશે શાળાઓ?
- 1 ફેબ્રુઆરી: ગુરુ રવિદાસ જયંતી (મરજિયાત રજા).
- 12 ફેબ્રુઆરી: સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી (મરજિયાત રજા).
- 15 ફેબ્રુઆરી: મહાશિવરાત્રી (ઘણા રાજ્યોમાં જાહેર રજા).
- 18 ફેબ્રુઆરી - લોસર: સિક્કિમની શાળાઓમાં તિબેટીયન નવા વર્ષના તહેવાર નિમિત્તે રજા રહેશે.
- 19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી મહારાજ જયંતી (મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં રજા).

ગુરુ રવિદાસ જયંતી 2026 પર શાળાઓ રહેશે બંધ
ગુરુ રવિદાસ જયંતી દર વર્ષે મહા પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન સંત, સમાજ સુધારક અને આધ્યાત્મિક ગુરુ સંત રવિદાસના જન્મજયંતી તરીકે ઓળખાય છે. ગુરુ રવિદાસે પોતાના વિચારો અને વાણીથી સમાજમાં સમાનતા, પ્રેમ અને માનવતાનો સંદેશ આપ્યો હતો. તેમનો જન્મ 15મી સદીમાં વારાણસી પાસેના સીર ગોવર્ધનપુરમાં થયો હતો. તેમણે જાતિવાદ અને ભેદભાવનો વિરોધ કરી ઈશ્વર ભક્તિને સર્વોચ્ચ માર્ગ ગણાવ્યો હતો.

સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી 2026 (School Closed)
ભારતના મહાન સમાજ સુધારક, દાર્શનિક અને આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે. તેમનું જીવન સત્ય, વેદોની શુદ્ધતા અને સામાજિક કુરીતિઓના નાબૂદ માટે સમર્પિત હતું. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ ગુજરાતના ટંકારા (મોરબી) માં થયો હતો. તેમના બાળપણનું નામ મૂળશંકર તિવારી હતું. વર્ષ 1875માં તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી.

મહાશિવરાત્રી 2026 પર રહેશે રજા (School Closed)
મહા વદ ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે સૃષ્ટિનો પ્રારંભ આ દિવસથી થયો હતો, જ્યારે પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રીનો અર્થ છે 'શિવની મહાન રાત્રિ'. આ દિવસે ભક્તો ઉપવાસ અને રાત્રિ જાગરણ કરે છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી શિવ આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

છત્રપતિ શિવાજી મહારાજ જયંતી (School holidays in February 2026)
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી દર વર્ષે સમગ્ર દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. 1674માં રાયગઢ કિલ્લા પર તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ 'છત્રપતિ' બન્યા હતા.












Click it and Unblock the Notifications
