For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં 2 ઓગસ્ટથી કોરોના ગાઈડલાઈન સાથે શાળાઓ શરૂ થશે

કોરોનાની બીજી લહેર નબળી પડતા હવે શાળા કોલેજો શરૂ કરવાની કવાયત શરૂ થઈ છે. પંજાબ સરકારે 2 ઓગસ્ટથી રાજ્યમાં તમામ વર્ગની શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી છે.

|
Google Oneindia Gujarati News

કોરોનાની બીજી લહેર નબળી પડતા હવે શાળા કોલેજો શરૂ કરવાની કવાયત શરૂ થઈ છે. પંજાબ સરકારે 2 ઓગસ્ટથી રાજ્યમાં તમામ વર્ગની શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. જો કે, આ સમય દરમિયાન કોવિડ નિયમોનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. આ દરમિયાન, બાળકો તેમના માતાપિતાની સંમતિથી જ શાળાઓમાં આવશે અને ઓનલાઇન વર્ગોનો વિકલ્પ યથાવત રહેશે.

panjab school opning

પહેલા જ પંજાબમાં 11 થી 12 માં ધોરણ માટે શાળાઓ ખુલી ચૂકી છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં થયેલા ઘટાડાને જોતા હવે નાના બાળકો માટે પણ શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યની ખાનગી શાળાઓ લાંબા સમયથી શાળાઓ ખોલવાની પરવાનગીની માંગ કરી રહી હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશોમાં કહેવામાં આવ્યું છે કે 2 ઓગસ્ટથી તમામ વર્ગની શાળાઓ ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, આ સમય દરમિયાન શાળાઓમાં કોરોના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં 26 મી જુલાઈથી ધોરણ 10 થી 12 સુધીની શાળાઓ ખોલવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો બધુ બરાબર ચાલશે તો 2 ઓગસ્ટથી નાના બાળકો માટે પણ શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવશે. તે જ સમયે, હવે તમામ વર્ગો માટે શાળાઓ ખોલવાથી ખાનગી શાળાઓને મોટી રાહત મળશે. જણાવી દઈએ કે શાળામાં પ્રવેશતાની સાથે જ દરેક બાળકોનો તાવ ચકાસવા ઉપરાંત, હાથને સ્વચ્છ કરવામાં આવશે. બાળકોને વર્ગમાં બેસાડતી વખતે, સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 26 મી જુલાઈથી, દસથી બારમા ધોરણની શાળાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ કોરોનાના ડરને કારણે શાળામાં હજુ બાળકોની સંખ્યા ઓછી છે.

English summary
Schools in Punjab will start from August 2 with the Corona guideline
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X