For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ

સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના કાળમાં દેશમાં અનલૉક 4 લાગૂ છે. જે અંતર્ગત સોમવારે એટલે કે 21 સપ્ટેમ્બરે કેટલાક રાજ્યોએ સ્કૂલોને પાંચ મહિના બાદ ખોલવાનો ફેસલો લીધો છે. સોમવારથી કેટલાય રાજ્યોમાં 9મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખુલશે. કેન્દ્ર સરકારે અનલૉક પ્રક્રિયાના ચોથા તબક્કામા સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાની લેખિત સહમતિ મળ્યા બાદ સ્કૂલે જઈ શકે છે. સરકારે સ્કૂલોમાં 50 ટકા સ્ટાફ અને વિદ્યાર્થીઓને બોલાવવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ અંતિમ ફેસલો કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર ઉપર છોડ્યો છે. એટલે કે રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં સ્કૂલ ખોલવી કે નહિ તે ત્યાંની ખુદની સરકાર નક્કી કરશે.

દિલ્હી, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની સરકારે ઘોષણા કરી કે સોમવારે એટલે કે 21 સપ્ટેમ્બરથી ત્યાં સ્કૂલો નહિ ખુલે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલો બંધ છે. ગુજરાત સરકારે દિવાળી સુધી સ્કૂલ બંધ રાખવાનો ફેસલો લીધો છે. ઝારખંડમાં પણ 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલો બંધ છે.

દિલ્હી સરકારે 5 ઓક્ટોબર સુધી તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સરકારે કહ્યું કે આ દરમ્યાન પહેલેની જેમ જ ઑનલાઈન ક્લાસના માધ્યમથી અભ્યાસ ચાલુ રહેશે.

આ રાજ્યોમાં સ્કૂલો ખુલશે

આ રાજ્યોમાં સ્કૂલો ખુલશે

આંધ્ર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરે સ્કૂલો ખુલવા જઈ રહી છે. સરકાર તરફથી જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે 50 ટકા ટીચિંગ અને 50 ટકા નોન ટીચિંગ સ્ટાફ સ્કૂલ આવશે. વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની લેખિત સહમતિ સ્કૂલે જમા કરાવવાની રહેશે. પરંતુ કંટેનમેન્ટ જોન્સ વાળા બાળકો સ્કૂલ નહિ જાય.

આસામમાં પણ કંટેનમેન્ટ ઝોન્સ બહાર ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખુલવા જઈ રહી છે. 15 દિવસ બાદ સ્કૂલો ખોલવાને લઈ રિવ્યૂ કરવામાં આવશે, પછી આગળનો ફેસલો લેવામાં આવશે.

બિહારમાં હજી સ્પષ્ટ નથી થયું. પરંતુ પટાના ડીએમ કુમાર રવિએ એક આદેશ જાહેર કરતા કહ્યું કે કંટેનમેન્ટ ઝોન્સતી બહાર 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખુલશે.

હરિયાણામાં શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જણાવ્યું કે સોમવારથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોને આંશિક રૂપે ફરીથી ખોલી દેવામાં આવશે. જેના માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

આ રાજ્યોમાં સ્કૂલો ખુલશો

આ રાજ્યોમાં સ્કૂલો ખુલશો

જમ્મુ અને કાશ્મીર પ્રશાસને 21 સપ્ટેમ્બરથી સ્કૂલોને વોલેંન્ટર આધાર પર કોલવાનો ફેસલો કર્યો છે. જો કે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સ્વૈચ્છિક આધાર પર થશે. અધિકારીઓએ કહ્યું કે સ્કૂલો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની 50 ટકા ઉપસ્થિતિ સાથે ફરીથી ખુલશે અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વાલીઓની લેખિત સહમતિ અનુસાર થશે.

કર્ણાટક સરકારે ધોરણ 9થી 12 સુધીની સ્કૂલો અને પ્રી-યૂનિવર્સિટી ખોલવા પર રોક લગાવી દીધી છે. જો કે વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકે છે પરંતુ ક્લાસ નહિ ચાલે.

આ રાજ્યોમાં પણ સ્કૂલો ખુલશે

આ રાજ્યોમાં પણ સ્કૂલો ખુલશે

પંજાબ સરકારે 21 સપ્ટેમ્બરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાન ખોલવાની મંજૂરી આપી દીધી છે. જેઓ પીએચડી જેવા કોર્સ કરી રહ્યા છે તેમના માટે. જો કે રાજ્યોમાં સ્કૂલ, કોલેજ અને કોચિંગ સેન્ટર બંધ રહેશે.

રાજસ્થાનમાં સ્કૂલ ખુલી રહી છે પરંતુ કેટલીય પ્રાઈવેટ સ્કૂલો બંધ રહેશે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, નાગાલેંડ, મેઘાલયમાં પણ સોમવારથી સ્કૂલો ખુલી રહી છે. ચંદીગઢમાં આંશિક રીતે સ્કૂલો ખુલશે. એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓ જ બેસશે.

નિયમ અને ગાઈડલાઈન્સ જાણો

નિયમ અને ગાઈડલાઈન્સ જાણો

  • કંટેનમેન્ટ ઝોનમાં નથી એવી સ્કૂલો જ ખુલશે
  • કંટેનમેન્ટ ઝોન વાળા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને સ્કૂલમાં એન્ટ્રી નહિ મળે
  • સ્કૂલ જતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને કંટેનમેન્ટ ઝોનમાં જવાની મંજૂરી નહિ હોય
  • સ્કૂલમાં 6 ફીટની દૂરી બનાવી રાખવી પડશે અને માસ્ક પહેરવું ફરજીયાત છે
  • થોડી વારના ગેપમાં હાથ ધોવાના છે અથવા સેનિટાઈઝર લગાવવાનું છે
  • છીંકતી, ઉધરસ ખાતી વખતે ફેસ કવર કરવું ફરજીયાત છે
  • સ્કૂલ કેમ્પસમાં ગમે ત્યાં થૂંકવા પર મનાઈ છે
  • આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો પડશે
  • એન્ટ્રી પર થર્મલ સ્ક્રીનિંગ થશે
  • માત્ર 50 ટકા ટીચર્સ અને સ્ટાફ સાથે સ્કૂલ ખુલશે.

Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠકFarmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક

English summary
schools starting in many states from monday, read guidelines carefully
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X