જંગલી જાનવર હોય કે માનવ બધા જ કહી રહ્યાં છે હાય..હાય ગરમી
આખા ઉત્તર ભારતમાં હાલના સમયે આગ ઓકતી ગરમીથી લોકો પરેશાન છે. આકાશમાંથી વરસતા અગન ગોળાથી જ્યારે વાઘ પણ બચી નથી શક્યો તો માનવી શું છે. તાપમાને જાણે કે સમ ખાઘા હોય કે તે 40થી નીચે જવા તૈયાર નથી. કેરળમાં શુક્રવારે જે ચોમાસું પહોંચ્યુ છે, તે પણ નબળું પડી ગયું છે અને હવામાન વિભાગની વાત માનીએ તો હજુ થોડાક દિવસ સુધી ગરમીમાંથી છૂટકારો મળવાની કોઇ સંભાવના નથી.
આગામી દિવસોમાં પારો 50 સુધી પહોંચી શકવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બધા લોકો વરસાદની રાહ જોઇ રહ્યાં છે, પરંતુ તેને આવવામાં મોડું થવાનું છે. શનિવારે દિલ્હીના પાલમ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી રહ્યું, જ્યારે તેના એક દિવસ પહેલા તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શવિવારે દક્ષિણ-પૂર્વી દિલ્હીના આયાનગરમાં અધિકતમ તાપમાન 46.5 ડિગ્રી નોંધાયું હતું. તો ચાલો તસવીરો થકી જોઇએ ગરમીના કારણે જાનવર અને માનવી કેટલી હદે પરેશાન છે.

વાઘ છે તો શું થયું ગરમી તો લાગે જ ને
જયપુરમાં ગરમીથી પરેશાન વાઘને પ્રાણી સંગ્રાહલયમાં જ્યારે આ ફુવારો જોવા મળ્યો તો જાણે કે તેને જન્નત નસીબ થઇ ગઇ હોય તે તે આ ફુવારા નીચે ઉભો રહી ગયો.

જય હો ગંગા મૈયા
અલ્હાબાદમાં પારો 40ની ઉપર છે અને તેવામાં લોકોનો એક જ સહારો છે, ગંગા નદી. તેવામાં આ બાળકોએ પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે અને ગંગામાં ડુબકી લગાવી દીધી.

કેવી રીતે જવું લોંગ ડ્રાઇવ પર
રાજસ્થાનના બીકાનેરમાં પણ પારો 53 સુધી પહોંચી ગયા હતા. ગરમીના કારણે ત્યાં લોકોની મજબૂરી વસ ઘરની બહાર નિકળવું પડી રહ્યું છે.

વિરોધ પ્રદર્શનમાં ગરમીનો આતંક
આ મહિલાઓ કોલકતામાં બારાસાત ગેંગ રેપને એક વર્ષ પૂર્ણ થયાના અવસરે વિરોધ પ્રદર્શન અને પોતાના ગુસ્સાને જાહેર કરવા માટે એકઠી થઇ હતી, પરંતુ ગરમીએ અહી પણ પોતાની અસર દેખાડી અને આ મહિલાઓને તડકાંથી બચવા માટે છત્રીની મદદ લેવી પડી.

ગરમીથી બચવાના તમામ પ્રયાસો
આ નજારો છે ગરમીનો જ્યાં ગરમીથી બચવા માટે લોકો ઘણા પ્રયાસો કરી રહ્યા છે. તે પોતાનું માથું ઢાકીને ચાલી રહ્યાં છે અને સાથોસાત ટોપીઓ અને ચશ્માઓને મહત્વ આપી રહ્યાં છે.

ગરમીથી પરેશાન પ્રવાસી
નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ફરવા આવેલા પ્રવાસીઓને ગરમીના કારણે ખાસી પરેશાની ઉઠાવી પડી રહી છે.

અહી પણ વાઘ છે પરેશાન
આ નજારો છે નવી દિલ્હીના પ્રાણી સંગ્રાહલયનો અને જયપુરની જેમ જ વાઘને ગરમીથી પરેશાની થઇ રહી છે.

ક્યારે આવશે સારા દિવસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો પણ ગરમીથી ઘણા પરેશાન છે. ગરમીથી છૂટવા માટે અલ્હાબાદની જેમ અહી પણ લોકો ગંગા નદી તરફ આશા ભરેલી નજરે જોવે છે.

ક્યારે ઓછો થશે કહર
ગુડગાંવમાં ગરમીનો કહેર જોઇને આ યુવતીઓ માત્ર એટલું જ વિચારી રહી છેકે ક્યારે ગરમીનો કહેર ઓછો થશે અને આ તાપથી ફાયદો મળશે.

મળ્યો છાયડો તો મળી રાહત
નવી દિલ્હીના આ પ્રાણી સંગ્રાહલયમાં જ્યારે આ બે હરણોને ગરમીથી બચવા માટે છાયડો મળ્યો તો તેમને થોડીક રાહત મળી હતી.

નિકળ્યું ઇંદ્રધનુષ તો જાગી આશાઓ
આ નજારો છે નવી દિલ્હીના વોટર વર્લ્ડનો જ્યાં ઇંદ્રધનુષને જોઇને લોકોના ચહેરા પર મુસ્કાન આવી ગઇ. તેમને લાગ્યું કે કદાચ હવે ચોમાસું આવી ગયું પરંતુ તેમની આશાઓ ટૂંક સમયમાં ખતમ થઇ ગઇ અને આગ ઓકતો તડકો પડ્યો.












Click it and Unblock the Notifications
