SDM Jyoti Maurya Case: જ્યોતિ મૌર્યના પતિ આલોક સામે વધુ એક કેસ, જેઠાણીએ લગાવ્યા ગંભીર આરોપ
SDM Jyoti Maurya Case: યુપીના બહુચર્ચિત એસડીએમ જ્યોતિ મૌર્ય બાદ હવે તેની જેઠાણીએ પણ સાસરિયાવાળા સામે એફઆઈઆર નોંધાવી છે. તેણે દહેજ ઉત્પીડન મામલે કેસ નોંધાવ્યો છે.
જ્યોતિ મૌર્યની જેઠાણી શુભ્રા મૌર્યાએ એસડીએમ જ્યોતિ મૌર્યના પતિ આલોક મૌર્ય, પતિ વિનોદ કુમાર, સસરા સહિત કુલ 7 લોકો સામે કેસ ફાઈલ કરાવ્યો છે.

એસડીએમ જ્યોતિ મૌર્યની જેમ તેની જેઠાણીએ પણ સાસરિયાવાળા સામે દહેજ માટે ત્રાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જેઠાણી શુભ્રા મૌર્ય પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. તેની ફરિયાદ પર તેના પતિ વિનોદ મૌર્ય, સસરા રામ મુરારી, સાસુ લીલાવતી, અશોક મૌર્ય, પ્રિયંકા મૌર્ય, આલોક મૌર્ય અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
જેઠાણી શુભ્રા મૌર્યની ફરિયાદ પર સાસરિયાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 498A, 377, 354, 452, 323, 504, 506, 427 અને દહેજ અધિનિયમ, 1961ની કલમ 3 અને 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દહેજની માંગણી, મારપીટ, ધમકી, દુર્વ્યવહાર, અકુદરતી સેક્સ અને અન્ય કલમો માટે સાસરિયાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ધુમનગંજ પોલીસ સ્ટેશને કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ જ પોલીસ સ્ટેશનમાં SDM જ્યોતિ મૌર્યએ પણ લગભગ આ જ પ્રકારના આરોપો લગાવીને મે મહિનામાં તેના પતિ આલોક મૌર્ય અને તેના સાસરિયાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.
તમને જણાવી દઈએ કે જ્યોતિ મૌર્ય અને આલોક વચ્ચેના વિવાદની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ હતી. આલોક મૌર્યએ તેની પત્ની પર મનીષ દુબે સાથે અફેર હોવાનો અને તેની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ પણ લગાવ્યો છે.
નોંધનીય છે કે એસડીએમ જ્યોતિ મૌર્યની જેઠાણી શુભ્રા મૌર્યના લગ્ન વર્ષ 2009માં વિનોદ મૌર્ય સાથે થયા હતા.શુભ્રાનો આરોપ છે કે આલોકની જેમ જ તેના પતિ અને સાસરિયાઓ લગ્ન સમયે ખોટું બોલ્યા હતા. આ લગ્ન છેતરપિંડી કરીને કરવામાં આવ્યા છે. જ્યોતિની જેમ શુભ્રાને પણ લગ્નના 6 વર્ષ બાદ સરકારી નોકરી મળી.
શુભ્રા કહે છે કે આ સરકારી નોકરીમાં તેમના પતિ કે સાસરિયાંનું કોઈ યોગદાન નથી. સરકારી શિક્ષક બનવા માટે જે લાયકાતની જરૂર હતી, તેણે લગ્ન પહેલા પોતાના મામાના ઘરે અભ્યાસ પૂરો કર્યો હતો. લગ્ન પછી તે પણ જ્યોતિની જેમ ઓફિસર બનવાની તૈયારી કરી રહી હતી, પરંતુ સિલેક્શન ન થવાના કારણે તે ટીચર બની ગઈ.
જેઠાણી શુભ્રા મૌર્યએ આરોપ લગાવ્યો કે લગ્ન વખતે સાસરિયાઓએ તેના પતિ વિનોદને સરકારી વિભાગમાં અધિકારી હોવાનુ કહી સંબંધ બાંધ્યો હતો. પરંતુ હકીકત તો એ છે કે તે હાલમાં પણ સીજીએસટી વિભાગમાં સ્ટેનોગ્રાફર છે. આરોપ છે કે સાસરિયાઓએ પાંચ લાખ રૂપિયાની કાર, પાંચ લાખ રૂપિયાના દાગીના, પાંચ લાખ રૂપિયાની રોકડ અને લગભગ એટલી જ રકમની ઘરવખરીનો સામાન દહેજમાં લઈ લીધો હતો.












Click it and Unblock the Notifications
