For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં જુહુ - ગિરગામ ચોપાટી વચ્ચે શરૂ થશે 'સી પ્લેન' સેવા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 27 જૂન : દેશની આર્થિક રાજઘાની મુંબઇ આમ તો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની રામયણને કારણે જ કેન્દ્ર સરકારે કરેલા રેલવેના ભાડા વધારામાં ભાજપ અને તેના સાથી પક્ષ શિવસેનાએ દબાણ કરીને મુંબઇની લોકલ ટ્રેનના ભાડા વધારવાના નિર્ણયમાં મુંબઇગરાઓને રાહત અપાવી છે. આ દરમિયાન મુંબઇગરાઓ માટે એક અન્ય આનંદના સમાચાર છે. મુંબઇમાં હવે વ્યાવસાયિક ધોરણે 'સી પ્લેન' સેવા શરૂ થવાની છે. જો કે મુંબઇગરાઓને સી પ્લેનની સવારીનો આનંદ હમણા નહીં પણ ચોમાસા બાદ દિવાળીની ભેટ તરીકે ચાખવા મળી શકે છે.

સી પ્લેનને વ્યાવસાયિક ધોરણે ચલાવવા માટે શિપિંગ અને ડિફેન્સ મીનિસ્ટ્રી પાસેથી મંજુરી લેવાની હોય છે. આ મંજૂરી મળી ગઇ છે. આ કારણે હવે વેસ્ટર્ન સબઅર્બ જુહુથી સાઉથ મુંબઇમાં આવેલી ગિરગામ ચોપાટી વચ્ચે સૌ પ્રથમ સી પ્લેન સેવા શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ચાર કે સાત વ્યક્તિ બેસી શકે તેવા પ્લેનની ટિકિટ રૂપિયા 850ની આસપાસ હશે.

sea-plane

મહારાષ્ટ્ર ભાજપના નેતા અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ સેવા દિવાળીની આસપાસ શરૂ કરવામાં આવશે.

મુંબઇવાસીઓ માટે આ સેવા સાવ નવો અનુભવ કહી ના શકાય. કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઇથી લોનાવાલા વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી ચૂકી છે. આ સેવા 25 મીનિટનો સમય લે છે. જે રોડ દ્વારા પ્રવાસ કરતા લગભગ ચોથા ભાગનો છે.

નોંધનીય છે કે એક મહિના પહેલા પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીઓમાં બહુમતી મેળવનાર ભાજપ મહારાષ્ટ્રમાં પોતાના સાથી પક્ષ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા ઇચ્છે છે. વર્ષ 1999માં શિવસેના અને ભાજપ ચૂંટણી હારી ગયું હતું. ત્યારથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની યુતિ સરકાર છે.

<center><iframe src='http://www.ndtv.com/video/embed-player/?site=classic&id=327560&autoplay=0&pWidth=418&pHeight=385&category=embed' width='418' height='385' frameborder='0' scrolling='no' ></iframe></center>

English summary
Sea Plane services to begin in Mumbai after monsoon between Juhu and Girgaum chowpatty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X