For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની બીજી લહેર થઈ શકે છે પહેલાથી વધુ ખતરનાક, વિશેષજ્ઞોએ કહ્યુ - સંભાળી લેવાની જરૂર

મહામારી વિશેષજ્ઞ ડૉ. ગિરિધર બાબુએ રીપ્રોડક્શન નંબર(આરઓ)ના આધારે જણાવ્યુ છે કે કેવી રીતે કોરોનાની આ લહેર વધુ નુકશાનકારક સાબિત થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 20-25 દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘણો વધારો થયો. આ મહિને માર્ચની શરૂઆત સુધી 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા દસ હજારથી પણ ઘટી ગઈ હતી જે હવે 50 હજારની ઉપર જતી રહી છે. નવા કેસોના વધારાને ઘણા વિશેષજ્ઞો કોરોનાની બીજી લહેર માની રહ્યા છે. સાથે એ પણ કહી રહ્યા છે કે આ પહેલી લહેર છે જે ગયા વર્ષે જુલાઈની આસપાસ ચરમ પર હતી, તેનાથી પણ વધુ ખતરનાક હોઈ શકે છે.

mask

મહામારી વિશેષજ્ઞ ડૉ. ગિરિધર બાબુએ રીપ્રોડક્શન નંબર(આરઓ)ના આધારે જણાવ્યુ છે કે કેવી રીતે કોરોનાની આ લહેર વધુ નુકશાનકારક સાબિત થઈ શકે છે. ડૉ. ગિરિધરનુ કહેવુ છે કે 19 રાજ્યોમાં આરઓ એકથી વધુ છે. 7 માર્ચે 1.23 હતુ જે હવે 1.65 છે કે જે સારા સંકેત નથી. તેમનુ કહેવુ છે કે આ તેજી બતાવે છે કે સ્થિતિ બગડવાની છે. એવામાં જરૂરી છે કે બધા સાવચેતી રાખે. તેમણે યુકેના વેરિઅન્ટના કેસ મળવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ગિરિધર બાબૂનુ કહેવુ છે કે બે વસ્તુઓ પર સૌથી વધુ ધ્યાન આપવાની જરુર છે એમાં એક તો ભીડ ભેગી થવા પર પ્રતિબંધ અને બીજુ રસીકરણ ઝડપી બનાવવુ.

સતત વધી રહ્યા છે કોરોના કેસ

શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 62,258 નવા કેસ સામે આવ્યા છે. આ વર્ષ એટલે કે 2021માં એક દિવસમાં સામે આવેલા આ સર્વાધિક કેસ છે. આ પહેલા 26 માર્ચે દેશભરમાં 59,118 નવા દર્દી સામે આવ્યા હતા. વળી, તે પહેલા 18 ઓક્ટોબર 2020એ એક દિવસમાં સંક્રમણના 61,871 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા સાડા ચાર લાખને પાર થઈ ગઈ છે કે જે ફેબ્રુઆરીમાં બે લાખની નીચે આવી ગઈ હતી.

એઈમ્સ રિફર કરવામાં આવ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએઈમ્સ રિફર કરવામાં આવ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

English summary
Second Covid19 surge could be worse than first says Coronavirus expert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X