CAAના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશના બધા જિલ્લામાં કલમ 144 લાગૂ
લખનઉઃ નાગરિકતા સંશોધિત કાનૂન (સીએએ) વિરુદ્ધ ગુરુારે ઉત્તર પ્રદેશમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન થનાર છે. જેને લઈ પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સજાગ છે. જેનાથી નિપટવા માટે રણનીતિ પણ તૈયાર થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકરના ધરણા-પ્રદર્શનની મંજૂરી નથી. પ્રદેશ સરકારે આ દરમિયાન ઠંડીના પ્રકોપને જોતા પ્રદેશની તમામ સ્કૂલો અને કોલેજોમાં બે દિવસ સુધી રજા જાહેર કરી દીધી છે.
ડીજીપી સિંહે ટ્વીટ કર્યું કે 19 ડિસેમ્બર 2019ના રોજ આખા દેશમાં કલમ 144 લાગૂ રહેશે અને કોઈપણ સભા માટે અનુમતિ આપવામાં આવી છે. કૃપયા કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની સભામાં ભાગ ના લે. માતા-પિતાને પણ અનુરોધ છે કે તેઓ પોતાના બાળકોનું કાઉંસલિંગ કરે.
પાછલા કેટલાક દિવસોમાં દિલ્હી સ્થિત જામિયા વિશ્વવિદ્યાલયમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ તોડફોડ અને સીલમપુરમાં હિંસા બાદ દેશભરમાં પોલીસ સતર્કતા દાખવી રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ સીએએને લઈ કેટલાય વિશ્વવિદ્યાલયો અને શહેરોમાં વરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, જેને લઈ પ્રદેશની પોલીસ સખ્ત થઈ ગઈ છે.
રાજ્યના તમામ જિલ્લામાં કલમ 144 લાગૂ થવા અે પૂર્વ અનુમતિ વિના તમામ પ્રકારના કાર્યક્રમો પર રોક લગાવાયી હોવાની વચ્ચે સમાજવાદી પાર્ટીના પ્રદર્શનની કોશિશ કરવાની પ્રબળ સંભાવનાથી ટકરાવની આશંકા છે.
અગાઉ મુખ્યમંત્રીએ ડીજીપી અને મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થી સિવાય એશટીએફ અને એટીએસના ઉપરી અધિકારીઓ સાથે બેઠક કરી રાજ્યમાં હિંસક ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરતાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરી પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનથી પહેલા સીઆરપીસીની કલમ 149 અંતર્ગત 3000 લોકોને નોટિસ જાહેર કરવામાં આવી છે. કેટલાક લોકો પાસે પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે બોન્ડ પણ ભરાવ્યા છે.
CAB: દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ DTCની બસ સળગાવી, બે ફાયરમેન ઘાયલ