Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોના વાયરસઃ શનિવારે રાજસ્થાનમાં કલમ 144 લાગૂ કરવાના નિર્દેશ

કોરોના વાયરસઃ શનિવારે રાજસ્થાનમાં કલમ 144 લાગૂ કરવાના નિર્દેશ

જયપુરઃ રાજ્યમાં કોરોના વાયરસ ફરી એકવાર પગપેસારો કરવા લાગ્યો છે. જેને જોતાં જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. રાજસ્થાનમાં પણ ઠંડી વધવાની સાથે કોરોના વાયરસના મામલા વધી રહ્યા છે જેને જોતાં અશોક ગેહલોત સરકારે 21 નવેમ્બર શનિવારથી રાજ્યના જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ગેહલોત સરકારે તમામ જિલ્લાના ડીએમને કલમ 144 અંતર્ગત ફરીથી પ્રતિબંધો લાગૂ કરવા માટે પરિપત્ર મોકલ્યો છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસના હાલાતને જોતાં જિલ્લાના ડીએમ લાંબી અવધિ માટે કલમ 144 લગાવી શકે છે અને તેના માટે પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.

વિશેષ નિર્દેશ આપ્યા

વિશેષ નિર્દેશ આપ્યા

રાજસ્થાન સરકારના ગૃહ વિભાગે એડવાઝરીમાં 15 જિલ્લામાં વધી રહેલા સંક્રમણને જોતાં વિશેષ નિર્દેશ આપ્યા છે. ગૃહ વિભાગે તમામ જિલ્લા કલેક્ટર સહિત જયપુર અને જોધપુર પોલીસ કમિશ્નરને પત્ર લખી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે પરામર્શ આપ્યો છે. પત્રમાં ગૃહ વિભાગે લખ્યું કે કોવિડ 19ની સ્થિતિને જોતાં 21 નવેમ્બરથી જિલ્લામાં કલમ 144 લાગૂ કરે અને સખ્તાઈથી તેનું પાલન કરાવે. રાજ્યમાં કોરોના વાયરસના વધતા મામલાએ ગેહલોત સરકારની ચિંતા વધારી દીધી છે. મુખ્યમંત્રીએ પાછલા બે દિવસમાં ચિકિત્સા વિભાગ, પોલીસ પ્રશાસન અને સરકારી અને ખાનગી હોસ્પિટલ સંચાલકો સાથે બેઠક કરી છે. તેમણે હોસ્પિટલોને બેડ વધારવાના નિર્દેશ આપ્યા છે અને લોકોને માસ્ક લગવી રાખવાની અપીલ કરી છે.

સંક્રમણના 2.3 લાખથી વધુ મામલા સામે આવી ચૂક્યા

સંક્રમણના 2.3 લાખથી વધુ મામલા સામે આવી ચૂક્યા

રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના 2.3 લાખથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. શુક્રવાર સુધી રાજ્યમાં આ વાયરસથી થયેલમ મોતનો આંકડો 2100ને પાર પહોંચી ચૂક્યો છે. ગુરુવારે કેન્દ્ર સરકારે પ્રતિદિન વધી રહેલા કોરોના વાયરસના મામલા પર કહ્યું હતું કે દિલ્હીમાં સંક્રમિત દર્દી અને થનાર મોતના આંકડા તેજીથી વધી રહ્યા છે જેની અસર એનસીઆરની સાથોસાથ હરિયાણા અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. આ જગ્યાએ પણ કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધી રહી છે.

કેન્દ્ર સરકારે ટીમો મોકલી

કેન્દ્ર સરકારે ટીમો મોકલી

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોના પ્રયાસોમાં મદદ માટે ગુરુવારે જ હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુર માટે ઉચ્ચ સ્તરીય ટીમો મોકલી આપી હતી. આ ટીમો કોરોના વાયરસ સંક્રમણના સર્વેલાંસ, કંટેનમેન્ટ, ટેસ્ટિંગ અને ઉપચાર સંબંધી વ્યવસ્થામાં રાજ્ય સરકારોની મદદ કરશે. શુક્રવાર સુધી દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા 90,04,365 થઈ ચૂકી છે અને અત્યાર સુધી 1,32,162 લોકોનાં આ બીમારીથી મોત થયાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X