Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોનુ ઓપરેશન ક્લિન ચાલુ, સોપોરમાં આતંકી ગની ખ્વાજા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સુરક્ષા દળનું ઓપરેશન ચાલુ છે. મંગળવારે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને સેના દ્વારા ફરી એકવાર કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં અલ બદર ચીફ આતંકી ગની ખ્વાજાની હત્યા કરવામાં આવી હતી. આ મુ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સુરક્ષા દળનું ઓપરેશન ચાલુ છે. મંગળવારે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને સેના દ્વારા ફરી એકવાર કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં અલ બદર ચીફ આતંકી ગની ખ્વાજાની હત્યા કરવામાં આવી હતી. આ મુકાબલો જમ્મુ-કાશ્મીરના સોપોરના તુજ્જર ગામમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા દળો દ્વારા આતંકવાદી પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને અન્ય સામગ્રી મળી આવી હતી. વિસ્તારમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

Ghani Khwaja

સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે તુજ્જર ગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. માહિતીના આધારે કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, સૈનિકો પર ફાયરિંગ કરવામાં આવી હતી, જેના પગલે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ કાર્યવાહીના સંદર્ભમાં કાશ્મીર પોલીસે પોતાની એક ટવીટમાં જણાવ્યું છે કે, સોપોરના તુજ્જર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. પોલીસ અને સેના સંયુક્ત રીતે કાર્યવાહી કરી રહી છે, વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે થી ત્રણ આતંકવાદીઓ ગામમાં છુપાયેલા હોવાની આશંકા હતી, હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અનેક એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે. ગયા મહિને જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો હતો. સેનાની આ કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીગુફ્વારા અનંતનાગના શાલગુલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ વિશે ચાલુ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે પોલીસ, સેના અને સીઆરઆરપીએફએ સંયુક્ત રીતે આ વિસ્તારમાં આતંકવાદીઓની માહિતી પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પણ વાંચો: બધું ભુલી શકુ છુ પરંતુ નંદીગ્રામ નહી, અહીં મારી ગુંડાઓ સામે લડાઇ છે: મમતા બેનરજી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X