તમારી પાસે પાસપોર્ટ છે તો આ જરુરથી વાંચો, બદલાયા છે નિયમ

Subscribe to Oneindia News

જો તમારી પાસે પાસપોર્ટ છે કે પછી તમે નવો પાસપોર્ટ બનાવવા જઇ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે વાંચવા ખૂબ જરુરી છે. વાસ્તવમાં પાસપોર્ટના સરકારે અમુક નવા નિયમો જારી કર્યા છે. જે મુજબ સરકારે હવે પાસપોર્ટમાં ફેરફાર કરવાનું સરળ બનાવી દીધુ છે. હવે તમે સરળતાથી પોતાના પાસપોર્ટમાં જન્મતારીખ બદલાવી શકો છો.

passport

આ સાથે જ હવે પાસપોર્ટમાં ડિજિટલ હસ્તાક્ષરવાળા લગ્ન અને જન્મ પ્રમાણપત્રને લીલી ઝંડી આપી દીધી છે. સરકારે દિશાનિર્દેશ જારી કર્યા છે કે પાસપોર્ટ બન્યાને ભલે ગમે તેટલો સમય થયો હોય લોકો હવે જન્મતારીખમાં પરિવર્તન કરી શકે છે. તમને જણાવી દઇએ કે આ પહેલા તમે પાસપોર્ટ બનાવ્યાના પાંચ વર્ષની અંદર જ ડેટ ઓફ બર્થ બદલાવી શકતા હતા.

એ પણ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે કે આ પ્રક્રિયા ઘણી સરળ બનાવવામાં આવે જેથી લોકો સરળતાથી ફેરફાર કરાવી શકે. ગ્રાહક દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની ખરાઇ બાદ સંબંદ્ધ અધિકારી નવી જન્મતિથિવાળો પાસપોર્ટ જારી કરશે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ઓફિસોને ડિજિટલ હસ્તાક્ષરવાળા લગ્ન અને જન્મ પ્રમાણપત્ર પણ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે.

English summary
Seeking changes in date of birth in existing passports will become hassle-free with government further simplifying services
Please Wait while comments are loading...