સીમા હૈદરના ઉઘાડા પગે રામના દર્શને જવાના નિવેદન વિવાદ સર્જ્યો, જાણો રામ મંદિરમાં એન્ટ્રી મળશે કે નહીં?

રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનની ભારત આવેલી સીમા હૈદરે વિવાદ ઉભો કર્યો છે. સીમાના એક નિવેદનને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ભગવાન રામના મંદિર જવાની વાત કરતી જોવા મળે છે.

Seema Haider

પાકિસ્તાનથી ભારત આવીને ભારતીય હિંદુ છોકરા સાથે લગ્ન કરીને સંપૂર્ણ હિંદુ બની ગયેલી સીમા હૈદર સોશિયલ મીડિયા પર દરરોજ કંઈકને કંઈક કહે છે જે વાયરલ થાય છે. આ દિવસોમાં ભારતમાં રામ મંદિરને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે.

એક ઈન્ટરવ્યૂમાં સીમા હૈદરને પુછાયુ કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જો તમને આમંત્રણ મળે તો તમે ત્યાં જવાનું પસંદ કરશો?

આના જવાબમાં સીમા હૈદરે કહ્યું કે, અયોધ્યા જવાનું કોને ન ગમે? અમે તૈયાર છીએ, અમે ચોક્કસ જઈશું અને આખો પરિવાર જશે અને અમે પગપાળા જઈશું. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

સીમા હૈદરની કહાની ફિલ્મી છે. ગેમ રમતી વખતે તેને ભારતના સચિન સાથે પ્રેમ થઈ ગયો અને તેના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી અને સચિન સાથે લગ્ન કર્યા.

સીમા હૈદર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. દરરોજ તે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતી રહે છે. સચિન મીના પણ ઘણીવાર તેના વીડિયોમાં જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X