રાધેમાંએ ચટકા લઇને ખાધું ચીકન અને બોલી ગાળો!
રાધેનો એક અન્ય વિવાદિત ફોટો અને ઓડિયો બહાર આવ્યો છે જે બાદ રાધેમાંની મુશ્કેલીઓ વધી ના જાય તો નવાઇ નહીં. પોતાની જાતને દુર્ગાનું સ્વરૂપ કહેનારી રાધે માંને તેમનો આ નવા વિવાદ કેટલા દિવસ શાંતિથી પસાર કરી શકશે તે હવે જોવું જ રહ્યું.
રાધેમાંની એક તેવી તસવીર બહાર આવી છે જેમાં રાધેમાં નોનવેઝ ખાઇ રહી છે. પોતાને દુર્ગાનું સ્વરૂપ કહેનારી રાધેમાં ચિકન ખાઇ રહી હોય તેવી તસવીર વીએચપી નેતા સુરિંદર મિત્તલે રજૂ કરી છે. એબીપી ન્યૂઝ ચેનલમાં સુરિંદર મિત્તલે આ ફોટો સાથે એક ઓડિયો પણ જાહેર કર્યો છે.

સુરિંદર મિત્તલનું કહેવું છે કે રાધે માંની ચિકન ખાતા જોઇને તેમણે રાધે માંનો વિરોધ કરવાનું શરૂ કર્યું. વળી તેમણે જ આ ફોટો સાર્વજનિક કર્યો છે. આ ફોટો રાધે માંના ભાઇના લગ્ન સમયનો છે. વળી, સુરિંદર મિત્તલે જે ઓડિયો બહાર પાડ્યો છે તેમાં રાધે માં ગાળો બોલતા પણ સાંભળવા મળે છે.
આ ઓડિયોમાં રાધેમાં ક્યારેક ધમકી આપી રહ્યા છે તો ક્યારેક ફ્લર્ટ કરી રહ્યા છે પણ પોતાની ભૂલ પકડાઇ જતા રાધેમાં કરગરી પણ રહ્યા છે. નોંધનીય છે કે રાધે માં પર દહેજ ઉત્પીડન અને અશ્લીલતા ફેલવવાના આરોપ સિવાય કચ્છમાં એક પરિવારને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો પણ આરોપ લાગેલો છે.












Click it and Unblock the Notifications
