કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી સી શુક્લનું નિધન

ગુડગાંવની મેદાંતા મેડસિટી હોસ્પિટલમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્રિટિકલ કેર એન્ડ એનેસ્થેસિયોલોજીના પ્રમુખ યતીન મહેતાએ જણાવ્યું કે "84 વર્ષના શુક્લએ બપોરે 2 વાગીને 38 મીનિટે છેલ્લા શ્વાસ લીધા હતા. શુક્લાના મુખ્ય અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ગોળી વાગવાને કરણે પડેલા ઘા અને મોટી ઉંમરને કારણે તેમને બચાવી શકાયા ન હતા."
શુક્લાના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે. વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આ માટે શોક વ્યક્ત કર્યો છે. 25 મે, 2013ના રોજ થયેલા નક્સલવાદી હુમલામાં શુક્લા ગંભીર રીતે ઘવાયા હતા. આ હુમલામાં કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ સહિત 30 લોકોના મૃત્યુ થયા હતા. શુક્લાને 3 ગોળીઓ વાગી હતી.












Click it and Unblock the Notifications
